News of Sunday, 7th July 2024
સુધરી જજો નહીતર આમ જ કાર્યવાહી થશે, હાઈવે પર સ્ટંટ કરનારને કાયદાના પાઠ ભણાવ્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :વાંકાનેરમાં જોખમી રીતે હાઈવે પર સ્ટંટ કરતા હોવાનો વિડીયો વાઈરલ થયો હતો જે બાદ વાંકાનેર સીટી પોલીસે તપાસ હાથ ધરવામાં આવતા સ્ટંટબાજને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર હાઈવે પર જોખમી રીતે સ્ટંટ કરતા હોવાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાઈરલ થતા વાંકાનેર સીટી પોલીસના ધ્યાને આવતા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ડીવાયએસપી એસ એચ સારડાના માર્ગદર્શન હેઠળ પી આઈ એચ વી ઘેલા સહિતની ટીમે અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરીને જોખમી રીતે બાઈક સ્ટંટ કરનાર ઈરફાન મકબુલશા શાહમદાર (ઉ.૨૧) રહે.તીથવા તા. વાંકાનેર વાલાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પી આઈ એચ વી ઘેલા,મુકેશભાઈ ચાવડા, જનકભાઈ ચાવડા અને દર્શિત વ્યાસ સહિતની ટીમે કરેલ છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
