News of Sunday, 7th July 2024
મોરબીમાં રેંજ આઈજીની ઉપસ્થિતિમાં પોલીસ સંકલન સમિતિની બેઠક યોજાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ આજે મોરબી પધાર્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં જીલ્લા પોલીસવડા કચેરી ખાતે પોલીસ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી અને જીલ્લા પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંકલન મીટીંગમાં વિવિધ મુદે ચર્ચાઓ કરવામાં આવી હતી જે મીટીંગ અંગે માહિતી આપતા જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં કોઈ મોટા પ્રશ્ન રજુ કરવામાં આવ્યા નથી ગત મીટીંગમાં ચર્ચાયેલ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી અને પોલીસ કામગીરીથી તમામ સંતુષ્ટ જોવા મળ્યા હતા ભંગારના ડેલા વાળા મુદે એસપીએ જણાવ્યું હતું કે ભંગાર દેલાઓના રજીસ્ટ્રેશન કરાય જે અંગે નીતિ બનાવવા ચર્ચા કરવામાં આવી હતી જેથી ચેક કરી સકાય કે લીગલ છે કે ઈલીગલ તેમજ જરૂરત પડ્યે નોટીફીકેશન જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
