<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

મોરબીમાં મકાન ખાલી કરાવવા બાબતે થયેલ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા.

એક શખ્શને આજીવન કેદની સજા અને દંડ, એક નિર્દોષ જાહેર.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના રણછોડનગર વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે માથાકૂટ થતા છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું મોત થયું હતું જે હત્યા અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

    કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 15-01-2018 ના રોજ મોરબીના રણછોડનગરમાં રહેતા સીમાબેન ચાવડાના ભાઈ કાનજી લાભશકર ચાઉની મકાન ખાલી કરવા બાબતે સમીરશા યાકુબશા શાહમદાર અને તેના મિત્ર સાથે મળી ઉતરાયણની રાત્રે છરીના ઘા મારતા કાનજીભાઈ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેમાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પણ રાજકોટ પહોંચે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું. જેથી બી ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
   જે કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ મોરબીની કોર્ટમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કોર્ટમાં આરોપી વિરુદ્ધ ૩૦ મૌખિક પુરાવા અને ૨૪ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આઈપીસી કલમ ૩૦૨ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે અને દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની કેદની સજા ફટકારી છે જયારે આરોપી સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે ભૂરો અલાઉદીનભાઈ કટિયાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે

(5:35 PM IST)