News of Sunday, 7th July 2024
કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા મંગળવારે મોરબી કલેકટર સમક્ષ ખેડૂતોના પ્રશ્નો રજૂ કરશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા આગામી તારીખ 9 જુલાઈ ને મંગળવારના રોજ મોરબીના ખેડૂતોના પ્રશ્નો બાબતે કલેક્ટરને રજૂઆત કરશે.
માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતોના ખેતીને લગતા પ્રશ્નો અંગેની ચાલતી લડતમાં ન્યાય માટે પાલભાઈ આંબલીયા મોરબી કલેકટર કચેરી ખાતે 9 જુલાઈના રોજ સવારે 11:00 કલાકે રજૂઆત કરશે. જેથી મોરબી જિલ્લાના તમામ કિસાન મોરચાના આગેવાનો, કાર્યકરો, ખેડૂત મિત્રોને પાલભાઈ આંબલીયાને સમર્થન આપવા હાજર રહેવા જણાવ્યું છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
