News of Sunday, 7th July 2024
મોરબીમાં હરે કૃષ્ણ હરે રામ ગ્રુપ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી.
ભક્તોએ ભગવાન જગન્નાથજીના રથને ખેંચવાનો લ્હાવો પણ લીધો

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે સાથે સાથે હરે કૃષ્ણ હરે રામ ગ્રુપ દ્વારા ભગવાન જગન્નાથજીની પણ રથયાત્રા કાઢવામાં આવી હતી.
આ રથયાત્રા મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી હતી અને ગ્રીન ચોક સુધી યોજાઇ હતી. ભાવિક ભક્તો ઉઘાડા પગે આ રથયાત્રામાં જોડાયા હતા અને હરે કૃષ્ણ હરે રામાના નાદ સાથે રથયાત્રા આગળ વધી હતી. ભક્તોએ ભગવાન જગન્નાથજીના રથને ખેંચવાનો લ્હાવો પણ લીધો હતો.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
