<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

ભાવનગરની રથયાત્રામાં અગ્નિકાંડના બેનરો હટાવી લેવાયા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરની રથયાત્રામાં રાજકોટના અગ્નિકાંડના બનાવને અનુસંધાને લોકોને જાગૃતિ આપતો ફ્લોટ એક વખતસંસ્થા દ્વારા જોડાયો હતો જેમાં અગ્નિ કાંડના ફોટા અને લોકોને જાગૃતિ કરવાના સંદેશા સાથેના બેનરો લગાડવામાં આવ્યા હતા. આ ફ્લોટની ચર્ચા જાગી હતી અને પોલીસ તંત્ર દ્વારા રથયાત્રા સરદાર નગર પહોંચી ત્યારે ફ્લોટ ટ્રકમાંથી બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા. જેને કારણે ફ્લોટ બનાવનાર સંસ્થાના કાર્યકરોમાં નારાજગી ફેલાઇ હતી. આ સમાચાર ભારે ચર્ચા જગાવી હતી.


 

(8:45 PM IST)