News of Monday, 8th July 2024
ભુજમાં રસ્તા ઉપર બાઈક સ્લીપ થતાં ટ્રેલર નીચે ચગદાઈ જતાં પતિ, પત્નીનું મોત
ભુજની આજુબાજુના બિસ્માર રસ્તાઓ બન્યા અકસ્માતઝોન : બે દિવસમાં ૪ મોત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તા માટે અપાતી કરોડો રૂ. ની ગ્રાન્ટ ભ્રષ્ટાચારની ગલીઓમાં અટવાઈ જતાં રસ્તાઓ બિસ્માર બન્યા છે. ભુજ માધાપર વચ્ચે હાઈવે ઉપર નળ વાળા સર્કલ પાસે ઉબડ ખાબડ રોડ ઉપર બાઈક સ્લીપ થતાં બાઈક સવાર દંપતી નીચે પટકાઈ ગયું હતું.
એ જ સમયે પસાર થતું ટ્રેલર એમની ઉપર ફરી વળતાં તેના તોતિંગ પૈડાં હેઠળ ચગદાઈ જવાથી અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા. મૃતક ૪૦ વર્ષીય મેઘજી હરિલાલ વણકર અને તેમના પત્ની જ્યોતિબેન બન્ને પોતાના ગામ ખંભરા (અંજાર) થી ભુજ આવતાં હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
બે દિવસ પહેલા જ ભુજના સુખપર ગામે આ જ રીતે રસ્તા ઉપર બાઈક સ્લીપ થતાં દાદી પૌત્રી નું કરુણ મોત નિપજ્યું હતું. ભ્રષ્ટાચારના પાપે બિસ્માર બનેલ રસ્તાએ બે દિવસમાં ૪ જિંદગીઓનો ભોગ લીધો છે.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
