તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Monday, 8th July 2024
નવજાત શિશુને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરી મા બાપ ફરાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૮ : આ કળિયુગ છે. જેમાં મમતા ને પણ લાંછન લાગી રહ્યું હોય અને લાગણી પણ જાણે મરી પરવારી હોય એવા કિસ્સાઓ બની રહ્યા છે. ગત ૨૩ જૂન ના રોજ ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાયા બાદ નવજાત શિશુ ને ફેફસાં ની તકલીફ હોઈ ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં ૧૦૮ મારફતે દાખલ કરાયો હતો. તેની સાથે તેના માતા પિતા મીનાબેન અને પ્રકાશભાઇ વાઘેલા બન્ને હતા. એનઆઈસીયુમાં સારવાર બાદ બાળકની તબિયત સારી થઈ ગઈ હોઈ હોસ્પિટલ દ્વારા તેને રજા આપવાની વિધિ કરાઈ હતી. જોકે, એ સમયે બાળકના માતા પિતા હાજર દેખાયા નહોતા. એકાદ દિવસ રાહ જોયા બાદ મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. પોલીસને જાણ કરતા તેઓ આદિપુરના તેમના રહેણાંક ઉપર પણ મળ્યા ન હોઈ અંતે સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા ભુજ બી ડિવિઝન પોલીસને ફરિયાદ કરાઈ છે. આ baslkni અત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા સંભાળ લેવાઈ રહી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
