<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ધ્રોલમાં પતિની નજર સામે જ પત્‍નીનું મૃત્‍યુ

પાછળથી ફોર વ્‍હીલે બાઇકને હડફેટે લેતા

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા. ૮: માર્કેટિંગ યાર્ડ નજીક ફોરવ્‍હીલર કાર નં.જી.જે.-૦૩-એફ.કે. :-૫૭૫૮ વાળાનો ચાલકે બાઇકને પાછળથી હડફેટે લેતા બાઈક ની પાછળ બેઠેલા જોસનાબેન જયંતીભાઈ રાઠોડᅠ કડિયા રે. જોડિયાના રણજીતપર ના વતની ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્‍યુ થયું છે.

જન્‍તીભાઈ તથા તેમના પત્‍ની જોસના બેન બન્નૈ બાઈક લઈ ને રવિવારે સોયલ નજીક આવેલી ડેલ્‍ટા સ્‍કૂલમાં તેમના દીકરો ધો.૧૨ સાયન્‍સમાં ભણતા હોય જેને મળવા માટે જતા હોય દરમિયાન જામનગર રાજકોટ હાઇવે પર પાછળથી પુરઝડપે ફોરવીલ ચાલકે બાઇકને અડફેટ લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત્‍યુ થયું હતું આ બનાવને લઈને જોસનાબેન ના પતિ જયંતીભાઈ બેચરભાઈ રાઠોડ એ પોલીસ મા ફરિયાદ નોધાવી ધ્રોલ પી.એસ.આઈ પી.જી. પનારાએ કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(11:15 AM IST)