News of Monday, 8th July 2024
મોરબીની રાજકોટ પાર્લરના કામે જતી યુવતીનું મિતાણા પાસે અકસ્માતમાં મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૮ : મોરબીથી રાજકોટ બ્યુટી પાર્લરના ઓર્ડરના કામે જતી આશાસ્પદ યુવતીને ટ્રક ચાલકે મિતાણા ઓવરબ્રિજ ઉપર હડફેટે લેતા તેનું મળત્યુ નીપજ્યું હતું.મોરબીના રેલવે સ્ટેશન પાછળ રોહિદાસપરા વિસ્તારમાં રહેતા પૂનમબેન જેરામભાઈ શુક્લએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે બ્યુટીપાર્લરનું કામ કરતા તેમના મોટા બહેન અંજલીબેન જેરામભાઈ શુકલને રાજકોટ કામનો ઓર્ડર મળ્યો હોવાથી પોતાનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે ટંકારા તાલુકાના મિતાણા ગામના ઓવરબ્રિજ ઉપર જીજે ૦૬ એઝેડ ૮૬૭૬ ના ચાલકે અંજલબેનને મોટર સાઈકલ સાથે હડફેટે લેતા તેનું મળત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
