News of Monday, 8th July 2024
માનસિક બીમારીથી કંટાળીને ખંભાળિયાના મહિલાએ ટ્રેન હેઠળ પડતુ મુક્યુ

જામ ખંભાળિયા,તા. ૮: તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા બુદ્ધિબેન રામશીભાઈ ચાવડા નામના ૪૨ વર્ષના મહિલા છેલ્લા ચારેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય અને તેમની દવા પણ કરવામાં આવી રહી હતી. જેનાથી કંટાળીને તેમણે રવિવારે બપોરના સમયે આહિર સિંહણ ગામેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ રામશીભાઈ ભીખાભાઈ ચાવડા (ઉ.વ. ૪૫, રહે. આહિર સિંહણ) એ અહીંની પોલીસને કરી છે.
ખીરસરામાં વિદેશી દારૂ ઝડપાયોઃ આરોપી ફરાર
ખીરસરા ગામે રહેતા મયુર મનસુખભાઈ ગોસ્વામી નામના શખ્સના કબ્જા ભોગવટાની સુદામા દૂધની ડેરીમાંથી પોલીસે વિદેશી દારૂની ચાર બોટલ કબજે કરી હતી જોકે આરોપી મયુર ગોસ્વામીને પોલીસને હાથ લાગ્યો ન હતો જે અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
વૃદ્ધાને હૃદયરોગનો જીવલેણ હુમલો
ખંભાળિયામાં હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા પુરીબેન ધનજીભાઈ ખાણધર નામના ૮૫ વર્ષના વૃદ્ધ મહિલાને તેમના ઘરે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજયું હોવાની જાણ મૃતકના પુત્ર ભરતકુમાર ધનજીભાઈ ખાણધરએ અહીંની પોલીસને કરી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
