<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ગોંડલનાં ડો.રાદડીયાને આખલાઓએ ઢીકે ચડાવ્‍યા

ગોંડલ તા.૮: કોર્ટ સામે રહેતા સિનિયર તબીબ ડો.કે.બી. રાદડીયા રાત્રીનાં દશ નાં સુમારે જમ્‍યા બાદ ઘરની ફુટપાથ પર રોજીંદા ક્રમ મુજબ વોકીંગ કરી રહ્યા હતા. ત્‍યારે થોડે દુર રોડ ઉપર ધીંગામસ્‍તીએ ચડી ભુરાયા બનેલા પાંચ જેટલા આખલાઓ અચાનક ફુટપાથ પર ઘસી જઇ ડો.રાદડીયાને  હડફેટે ચડાવી ઉલાળતા નીચે પટકાયેલા ડો.રાદડીયાને હાથ સહિત શરીરમાં ફેક્રચર જેવી ગંભીર ઇજાઓ થતા તુરંત ખાનગી હોસ્‍પિટલ ખસેડાયા હતા.

નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સર્કલ અને શેરી ગલીઓમાં ભુરાયા આખલાઓનાં ત્રાસને લઇ નંદીઘરનું આયોજન કરાયુ હોવા છતા આખલાઓની હડફેટે ચડી જઇ અનેક લોકોનાં હાથપગ ભાંગી રહ્યા છે.

(11:36 AM IST)