News of Monday, 8th July 2024
વાંકાનેરમાં મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા

વાંકાનેર : વાંકાનેર અષાઢી બીજ મહોત્સવ નિમિતે સમસ્ત માલધારી તથા રબારી સમાજ દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી, જેમાં શહેર તથા તાલુકામાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. સવારે ગ્રીનચોક ગઢની રાંગે મચ્છુ માતાની ડેરીએ પ્રથમ ધજા ચઢાવી અને આગેવાનોએ માતાજીને પગે લાગીને ત્યાં રાખેલા રથમાં મહંત વિનુભાઇ મહારાજ, ગેલાભાઇ ડાભી, કુલદીપ ડાભી, અજયભાઇ બાંભવા, કરશનભાઇ સાથે રથનું પ્રસ્થાન કરાવી, ગ્રીનચોકથી ઢોલ ત્રાંસા અને ડીજેના તાલે અસ્મિતા આહીર અને લોકગીતો - મ્યુઝિક ટીમ સાથે આ શોભાયાત્રા ગ્રીન ચોકથી જીનપરા, નેશનલ હાઇવેથી મીલ પ્લોટમાં મચ્છુ માતાના મંદિરે પહોંચી ત્યાં તમામ લોકોએ પ્રસાદ લીધો હતો. વાંકાનેર શહેર પીઆઇ, પીએસઆઇ અને સ્ટાફે બંદોબસ્ત ગોઠવ્યો હતો. ગ્રીન ચોકથી શોભાયાત્રાના પ્રસ્થાન સમયે વાંકાનેરના મુસ્લિમ અગ્રણી અને પત્રકાર મહંમદભાઇ રાઠોડે શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર-અહેવાલ : લિતેશ ચંદારાણા-મહમદ રાઠોડ-વાંકાનેર)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
