<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

રાજકોટ જીલ્લામાં જુગારના હાટડાઃ ૧૭ પકડાયા

ઉપલેટામાં ૩, ભાયાવદરના માખીયાળા ગામે પ, સુલતાનપુરમાં ૩ અને જેતપુરમાં પતા ટીંચતા ૬ પતાપ્રેમી ઝડપાયા

રાજકોટ, તા., ૮: જીલ્લામાં અલગ-અલગ જુગારના ૪ દરોડામાં ૧૭ પતાપ્રેમી પોલીસની ઝપટે ચડી પ્રથમ દરોડામાં ઉપલેટા પોલીસે ખાખીજાળીયા રોડ દ્વારકાધીશ સોસા. પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) નિલેષ પ્રફુલભાઇ સંતોકી ધંધો ગેરેજ રહે. નવાપરા, શેરી નં. ૪ ઉપલેટા, (ર) હિતેષ દિનેશભાઇ ડઢાણીયા ધંધો વેપાર રહે. ઢાંક માર્ગ, સ્‍વામીનારાયણ મંદીર પાસે ઉપલેટા તથા (૩) હિમાંશુ ઉર્ફે મુકેશ કેશુલાલ વાઘેલા ધંધો વેપાર રહે. નવયુગ ચોક હનુમાન મંદીર ઉપલેટાને રોકડા રૂા.૧૪,પ૭૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં માખીયાળા ગામ બુટાવદર રોડ રમેશ જીણાભાઇ ડાંગરના મકાનની બાજુમાં શેરીમાં સ્‍ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાયાવદર પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧) રમેશ જીણાભાઇ ડાંગર ધંધો ખેતીકામ રહે. માખીયાળા ગામ, (ર) મુકેશ વલ્લભભાઇ પીત્રોડા ંધંધો લુહારીકામ રહે બુટાવદર, બસ સ્‍ટેશન ચોક,  (૩) લખમણ અરશીભાઇ ચંદ્રવાડીયા ધંધો ખેતીકામ  રહે. બુટાવદર બસ સ્‍ટેશન ચોક (૪) ભીખા વિક્રમભાઇ કનારા  ધંધો ખેતીકામ રહે. માખીયાળા ગામ તથા (પ) શૈલેષ સોમાભાઇ મકવાણા ધંધો મજુરી રહે. બુટાવદર, સોસાયટી તા. જામજોધપુરને રોકડા રૂા.૧૮,રપ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ત્રીજા દરોડામાં સુલતાનપુર પોલીસે સુલતાનપુર ગામે કોળી વાસમાં રામાપીરના મંદીરની સામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ભગવાનજી ભુટાભાઇ દેગામા ધંધો મજુરી, રહે. સુલતાનપુર કોળી વાસ, તા. ગોંડલ જી. રાજકોટ. (ર) કમલેશ પરબતભાઇ કુનપરા ધંધો હીરાઘસુ રે. ત્રણેય સુલતાનપુરને રોકડા રૂા. ૧૦,૬૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડામાં જેતપુર અમરનગર રોડ બાંગ્‍લાના ખુણાથી આગળ જનતાનગર રામાપીરના મંદીર પાસે જાહેર રોડ પર જુગાર રમાતો હોવાની બાતમી મળતા જેતપુર  સીટી પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧) અલ્‍તાફ આદમભાઇ મકવાણા ધંધો મજુરી રહે. બાંગ્‍લામાં જનતાનગર રામદેવ પીરના મંદીર પાસે, (ર) સિધ્‍ધરાજ રતનસિંહ ચુડાસમા ધંધો મજુરી રહે ધોરાજી રોડ, જાગૃતીનગર, ગરબી ચોક, (૩) નીતીન કેશુભાઇ સીરોયા ધંધો હીરાઘસુ રહે. બાંગ્‍લામાં જનતાનગર રામાપીરના મંદીર પાસે (૪) દીપેશ નાથાભાઇ મકવાણા ધંધો મજુરી રહે. જીથુડી રોડ, બાંગ્‍લાના ખુણા પાસે, ક્રિષ્‍નાનગર બ્‍લોક નં. ૩૩, (પ) મસ્‍જદ આદમભાઇ મકવાણા ધંધો મજુરી રહે. બાંગ્‍લામાં, જનતાનગર, રામદેવ પીરના મંદીર પાસે તથા (૬) યુવરાજ ભુરાભાઇ માંજરીયા ધંધો મજુરી, રહે. અમરનગર રોડ, યોગીનગર શેરી નં. ૩ જેતપુરને રોકડા રૂા. ૧૭,૭૯૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:55 AM IST)