News of Monday, 8th July 2024
અષાઢી બીજે મેઘરાજા મહેરબાન ન થતાં ખેડૂતોમાં ચિંતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાન સાથે વરસતા હળવા - ભારે ઝાપટા

રાજકોટ તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ગઇકાલે અષાઢી બીજે મેઘરાજા મહેરબાન ન થતાં ખેડૂતો ચિંતીત છે. છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાનો વિરામ યથાવત છે.
ત્યારે ખેડૂતોને અષાઢી બીજના દિવસે સારા વરસાદની આશા હતી પરંતુ અષાઢી બીજ કોરી જતાં ખેડૂતોમાં વધુ ચિંતા વ્યાપી ગઇ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : સોરઠમાં અષાઢી બીજ એકંદરે કોરી રહેતા ધરતીપુત્ર ચિંતિત થઈ ગયા છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ૮ મીમી વરસાદ નોંધાયો હતો. અષાઢી બીજ ના દિવસે માત્ર માળીયાહાટીના તાલુકામાં ૮ મીમી વરસાદ થતાં પણ અન્ય વિસ્તારો અષાઢી બીજના પાવન દિવસે પણ મહદ અંશે કોરા રહેતા ધરતીપુત્રો પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે.
દરમિયાન આજે પણ સવારથી વાદળછાયુ વાતાવરણ પ્રવર્તે છે. જેની સાથે જૂનાગઢમાં સવારે હળવા વરસાદનું ઝાપટું વરસ્યું હતું. પરંતુ મેઘરાજાએ જમાવટ નહીં કરતા બફારોનું સામ્રાજય છવાઈ ગયું હતું.ᅠ
આમ મેઘરાજા મન મૂકીને વરસતા ન હોય જેથી લોકો અને ખાસ કરીને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૨૮.૮, મહત્તમ તાપમાન ૩૫, ભેજનું પ્રમાણ ૮૭%, પવનની ગતી ૧૧.૩ કિ.મી. રહી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
