તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
ખીરસરામાં આશા વર્કર મહિલા કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલની ચિમકી

(ભુખપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા.૮: ખીરસરા રણમલજીના આશા વર્કર અને ફેસિલિટેરની લધુતમ વેતનની માંગણી સરકાર દ્વારા ન સ્વીકારતા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને અચોક્કસ મુદતની હડતાળની ચિમકી સાથે આવેદન પાઠવ્યું હતું. ૮ ગામના આશા વર્કર અને ફેસિલેટર મહિલા કર્મચારીઓએ જણાવ્યું છે કે, જોખમી સગર્ભા માતાની બે તપાસ ના ૪૦૦ રૂપિયા મળતા તે જુન ૨૦૨૪ થી બંધ કરવામાં આવેલ છે તે ચાલુ કરવા PMMVY ફોર્મ PMJY કાર્ડ અને આધાર કાર્ડ જે૨૦૨૧ અત્યાર સુધી એક પણ મહેનતાણુ મળેલ નથી આપવા બાબત વાડી વિસ્તાર ના ફેમિલી સર્વ તેમજ રસીકરણ નું મહેનતાણુ ચુકવવુ સોનોગ્રાફી ની બે તપાસ માં આશા વર્કર સાથે જાઇતો મહેનતાણુ ચુકવવુ ડિલિવરી માં આશા ને JSY સિવાય ના લાભાર્થી નુ પણ મહેનતાણુ ચુકવવુ આશા બહેનો નો ફિક્સ ટાઇમ નક્કી કરવો આશા ફેસિલિટેરબહેનોના TA પ્રથા બંધ કરો તેમજ જેટલું ઈન્સેટીવ મળશે એટલું જ કામ કરવામાં આવશે તેવું આવેદનપત્ર માં જણાવેલ છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
