News of Monday, 8th July 2024
ગોંડલમાં જયશ્રી ખીજડા મામાદેવ મંદિરે અષાઢી બીજ મહોત્સવઃ ભાવિકોની ભીડ

ગોંડલ :. ગોંડલ જયશ્રી ખીજડા મામાદેવ મંદિર ટ્રસ્ટ ૩૧ ભોજરાજપરા ખાતે ૪૭ મો અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હજારો ભાવિકો ઉમટી પડયા હતાં. મામાદેવ મંદિરના દર્શનાર્થે આવેલા ભકતો માટે મંદિરનું પટાંગણ ટૂંકું પડયું હતું. ગણપતિ દાદાનું પૂજન સવારે સાત કલાકે કરવામાં આવ્યું હતું, શ્રી ખીજડા પૂજન સવારે ૯ કલાકે કરવામાં આવ્યું હતું, શ્રી ખીજડા મામાને સાફો ચડાવાનું મુર્હુત સવારે ૯-૧પ કલાકે કરવામાં આવ્યું હતું, ધ્વજા આરોપણ સવારે ૯-૩૦ કલાકે કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞ બપોર અઢી કલાકે કરવામાં આવ્યું હતું, ભજન સંધ્યા ચારથી ૧-૩૦ થી સુધી યોજાઇ હતી, પ્રસાદી સવારે ૧૦-૩૦ થી રાત્રીના ૧૦-૩૦ સુધી લીધી હતી. મામાદેવની આરતી સાંજે ૭-૩૦ કલાકે કરવામાં આવી હતી. મહંત શ્રી ચંદ્રબાપુ દેશાણીના પણ ભકતોએ આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી. (તસ્વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
