તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 8th July 2024
ધોરાજીઃ મજેવડી દેવતણખીધામમાં અષાઢી બીજની રથયાત્રા

ધોરાજીઃ દેવતણખી દાદા અને તેમની પુત્રી લીરલબાઈ એ જીવતા સમાધિ અષાઢી બીજ ના દિવસે લીધેલી હતી ત્યારથી ચેતન સમાધિ ખાતે સમગ્ર દેશમાં થી હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છેᅠ ત્યારેᅠઅષાઢી બીજ મહોત્સવ નિમિત્તે દેવતણખી ધામ ચેતન સમાધિ મંદિર ખાતેથી વિશાળ ૧૧૩ મી વૈદિક મંત્રોચ્ચાર સાથે રથયાત્રા નો પ્રારંભ કરવામાં આવેલ રથયાત્રામાંᅠદેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિલાલ ગોહિલ જુનાગઢ, ઉપપ્રમુખ રાજેશભાઈ પિત્રોડા ટ્રસ્ટીᅠવલ્લભભાઈ પરમાર સુરત. ઉદ્યોગપતિ અને ભામાશા પરસોત્તમભાઈ (દાસકાકા) પિત્રોડા અમદાવાદ. શામજીભાઈ કવા જૂનાગઢ દાતા તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મંત્રી રમેશભાઈ કારેલીયા ટ્રસ્ટી અતુલભાઇ મકવાણા જુનાગઢ, ટ્રસ્ટી જયંતીભાઈ પરમાર ડોડીયાળાવાળા પ્રવીણભાઈ કારેલીયા ખજાનચી ટ્રસ્ટી જગદીશભાઈ કારેલીયા વલ્લભભાઈ પીઠવા મજેવડી દેવતણખી ધામ મંદિરના પૂજારી શાષાી વિઠ્ઠલ ભગત વિગેરે સમાજના શ્રેષ્ઠીઓ તેમજ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા મજેવડીના સરપંચ તેમજ શહેરના આગેવાનો તેમજ જૂનાગઢ જિલ્લાના આગેવાનો રથયાત્રામાં જોડાયા હતા.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
