<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

જગન્‍નાથજી ભગવાનની ભકિતના રંગમાં રંગાયુ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ

અષાઢી બીજની ભવ્યતાથી ઉજવણી : પરબધામ, તોરણીયા, મજેવડી, દેવતણખી ધામ સહિત ધાર્મિક સ્થળો તથા ગામે ગામ- શોભાયાત્રા મહાપ્રસાદ, મહાઆરતીમાં ભાવિકો જાડાયા

પ્રથમ તસ્વીરમાં ધોરાજી, બીજી તસ્વીરમાં ઉપલેટામાં જગન્નાથજીની રથયાત્રા નજરે પડે છે. (તસ્વીર : કિશોર રાઠોડ (ધોરાજી) ભોલુ રાઠોડ (ઉપલેટા) 

રાજકોટ, તા. ૮ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે અષાઢી બીજની ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવતી હતી. પરબધામ, તોરણીયા નકલંકધામ મજેવડી દેવતણખીધામ સહિત અનેક ધાર્મિક સ્‍થળો તથા ગામે-ગામ શોભાયાત્રા, મહાપ્રસાદ, મહાઆરતીમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા.

ઉપલેટા

સ્‍કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભગવાન જગન્નાથજી ની ભવ્‍ય યાત્રા સ્‍કૂલના પટાંગણ અને રસ્‍તાઓ પર નીકળી હતી. આ યાત્રામાં ભગવાનના કલાત્‍મક ત્રણ રથ બનાવવામાં આવ્‍યા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે સ્‍કૂલમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્‍દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.

સ્‍કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અને કલાત્‍મક ત્રણ રથ બનાવવામાં આવ્‍યા હતા. આ યાત્રાનાં પ્રારંભ થી અંત સુધી ઠેર ઠેર વિદ્યાર્થીઓ દ્વારા પુષ્‍પગુચ્‍છ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પ્રાથમિક શિક્ષણ દરમ્‍યાન બુક્‍સ સિવાય વિદ્યાર્થીઓમાં આવા ધાર્મિક અને સાંસ્‍કળતિક તહેવારો થકી આપણી સંસ્‍કળતિના બીજ રોપવામાં આવે છે. સ્‍કૂલના પ્રિન્‍સિપાલ માધુરીબેન દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે બાલ્‍યાવસ્‍થા થી આપણી ધાર્મિક સંસ્‍કળતિ અને આપણો ઈતિહાસ ઉજાગર રાખવા માટે આ પ્રકારના ઉત્‍સવો ઉજવવામાં આવે છે.

આ પ્રસંગે સ્‍કૂલના ચેરમેન  શક્‍તિસિંહ રાઠોડ અને ડિરેક્‍ટર  રાજેન્‍દ્રસિંહ ઝાલા દ્વારા સર્વે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અષાઢી બીજની શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) કુંભારવાડા વિસ્‍તારમાં આવેલ પૌરાણીક પરબની જગ્‍યા ખાતે સેલાણી સાંઈ ની જાગળત પરચાની ભુમિ અને ચેતન સમાધિઓ ખાતે મહંત વિજય બાપુ અને સેવક સમુદાય દ્વારા પૂજન અર્ચના કરવામાં આવી હતી.

    સોનાપુરી રોડ પર રામદેવપીરના મંદીર ખાતે નાનકશાની જગ્‍યામાં મહંત ભિખુબાપુ દ્વારા નેજા ઉત્‍સવ અને પાઠ પ્રસાદી સહિત કાર્યકમ યોજાયા હતા.

અવેડા ચોક પાસે આવેલ રત્‍ના બાપાની જગ્‍યામાં પ્રફુલ ભગત ની નિશ્રામાં બીજ નિમિતે રામદેવપીરના પાટ, સંતવાણી, અને વિવિઘ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાથોસાથ સુપેડી મુરલી મનોહર મંદીર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં અષાઢી બીજની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી.

(2:24 PM IST)