News of Monday, 8th July 2024
સતત મોબાઇલ લઇને બેઠી રહેતી સોનલને પિતાએ ઠપકો દેતા એસીડ પી આપઘાત
મોરબીના ઘુંટુગામમાં બનાવઃ ૧૮ વર્ષની યુવતીએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટઃ તા.૮: મોરબીના ઘુંટુગામમાં રહેતી યુવતી સતત મોબાઇલ લઇને બેઠી રહેતી હોઇ તેથી પિતાએ ઠપકો આપતા લાગી આવતા યુવતીએ એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ ધુંટુગામમાં રેહતી સોનલ વાલજીભાઇ ફાંગલીયા(ઉ.વ. ૧૮)એ મોડી રાત્રે પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.મૃતક સોનલ એકભાઇ અને એક બહેનમાં મોટી હતી તે સતત મોબાઇલ લઇને બેઠી રહેતી હોઇ તેથી પિતાએ તેને ઠપકો આપતા લાગી આવતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસ મથકના હેડ કોન્સ મયુરસિંહ જાડેજા સહિતે પ્રાથમિક કાગળો કરી મોકલવા તજવીજ હાથ ધરી છે.
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
