<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

કાલથી હળવો-મધ્‍યમ વરસાદઃ ૧૭ થી ૨૦ દરમ્‍યાન ભારે વરસાદઃ ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૮: આગામી વરસાદ અંગે ખંભાળીયાના હવામાન આગાહીકાર કનુભાઇ કણજારીયાએ જણાવેલ કે મંગળવાર ૯/૭ થી વરસાદની સ્‍થિતિ ફરી થતાં આ સપ્તાહમાં હળવો મધ્‍યમ વરસાદ પડી શકે છે.

વરસાદની સિસ્‍ટમ જે રીતે આગળ વધી રહી છે તે જોતા આગામી તા. ૧૭ થી ૨૦ જુલાઇ માસમાં વરસાદનો પાંચ-સાત ઇંચનો મોટો રાઉન્‍ડ આવતા જળાશયો ભરાયો જાય તેવી સંભાવના ગણાય છે.

(1:32 PM IST)