News of Monday, 8th July 2024
સ્વજનો માટે કોરોનામાં ઓકસીજન શોધતા હતા ત્યારે આપણને વૃક્ષોની સાચી કિંમત સમજાયેલી
પોરબંદરમાં કુંવરજીભાઇ બાવળિયા અને મુળુભાઇ બેરાના હસ્તે વૃક્ષારોપણ કરીને ‘હરિયાળુ-પોરબંદર' મહા અભિયાનનો પ્રારંભ

પોરબંદરમાં મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે તસ્વીરો
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૮: જિલ્લાના પ્રભારી મંત્રી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે વૃક્ષારોપણ કરીને બંને મહાનુભાવોએ હરિયાળુ પોરબંદર-મહા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતુ કે સ્વજનનો માટે કોરોનામાં ઓકિસજન શોધતા હતા ત્યારે આપણને વૃક્ષાોની સાચી કિંમત સમજાઇ હતી. વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ હરિયાળુ પોરબંદર મહા અભિયાન હેઠળ ૧૦ હજાર વૃક્ષો વાવવાના નગરજનોના સંકલ્પને આવકારીને બિરદાવેલ હતું.
પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને સિંચાઈ તથા પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા તેમજ વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પોરબંદરના પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરાઇ હતી. સુરખાબી નગરી સુદામાપૂરીને રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા, પાયોનીયર ક્લબ તથા હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી હરિયાળુ બનાવવાના ૧૦ હજાર થી વધુ વૃક્ષોના વાવેતરનો શુભારંભ રાજય સરકારના બે કેબિનેટ મંત્રીશ્રીઓ કુંવરજીભાઇ અને મુળુભાઇના હસ્તે કરવામાં આવ્યો હતો.
ગાંધી સુદામાની નગરી એવા પોરબંદર શહેરને લીલુછમ્મ બનાવવાના ભાગરૂપે ‘મિશન ટેન થાઉઝન્ડ પ્લસ ટ્રી'નો સંકલ્પ પોરબંદર વાસીઓએ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા છાયાની શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જયારે કોરોનાના સમયમાં સ્વજનોના જીવ બચાવવા માટે ઓક્સિજન શોધતા થયા ત્યારે આપણે વૃક્ષોનું વિશેષ મહત્વ અને કિંમત સમજાયું છે. તેના આપણે સૌ સાક્ષી હોવાનું જણાવી પર્યાવરણને સંતુલિત કરવા વૃક્ષો વાવી તેનું જતન અને ઉછેર કરવાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં પોરબંદરની ધરતી હરિયાળી બને તેવી શુભેચ્છા પાઠવી હતી.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ પોરબંદરને હરિયાળુ પોરબંદર, ગ્રીન પોરબંદર બનાવવાના આ અભિ યાનને બિરદાવ્યું હતું. તેમજ રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવાની ટીમને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરના વૈષ્ણવાચાર્ય પૂ.ગો.૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજ, છાયા સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી પૂજય ભાનુપ્રકાશદાસજી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખપરબતભાઈ પરમાર, નગર પાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
