News of Monday, 8th July 2024
જામનગરમાં ૭૬ વર્ષના નિવૃત્ત શિક્ષકને અશ્વએ હડફેટે લીધા : રખડતા પશુ-ઘોડાના ત્રાસથી મુકિતની માંગ

જામનગર : જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં રવિવારે માલિકીના છુંટા મુકાયેલા ઘોડાએ રહેણાંક વિસ્તારમાં પહોંચી વળદ્ધને હડફેટે લીધા હતા. ઉમિયા નગરમાં રહેતા ૭૬ વર્ષીય નિવળત્ત શિક્ષક બાબુભાઈ કાલાવડિયાને રખડતા ઢોર અને સાથે આવેલ ઘોડાએ હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘોડાએ વળદ્ધને અડફેટે લેતા હાથના ભાગે ફેક્ચર અને હાડકામાં ભાંગતુટ થતા રવિવારે ખાનગી હોસ્પિટલમાં ખસેડી ઓપરેશન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ પથારીવશ આ વળદ્ધ રખડતા ઢોર અને ઘોડાના ત્રાસથી સ્થાનિકોને મુક્તિ અપાવવા તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી- તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
