News of Monday, 8th July 2024
માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, અંતિમ ક્રિયા સહાય પેટે ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને જામનગરમાં રૂ.૪ લાખથી વધુની સહાય ચૂકવાઈ
કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની બેઠક યોજાઈ

જામનગરઃ જિલ્લા કલેક્ટર અને પ્રમુખ બી.કે.પંડયા, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિ, જામનગરના અધ્યક્ષસ્થાને સમિતિની ત્રિમાસિક બેઠક અને સેવારત તથા પૂર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની સમીક્ષા બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સમીક્ષા બેઠકમાં નિવળત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું અને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત અત્રેની કચેરીના શ્રી યોગેશ સોની, મુખ્ય કારકુને રજુ કરી હતી. તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી વિવિધ મુદ્દાઓ બાબતે જિલ્લા કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ અધિકારીશ્રી, જામનગરના કમાન્ડર શ્રી સંદિપ જયસ્વાલ (નિવળત) એ જણાવ્યું હતું કે, ગત તારીખ ૦૧/૦૪/૨૦૨૪ થી તારીખ ૩૦/૦૬/૨૦૨૪ સુધીમાં ૨૧ પરિવારોને રૂ.૩,૬૬,૦૫૦ ની માસિક આર્થિક સહાય, ૦૧ પરિવારને રૂ.૨૭,૫૦૦ ની દીકરી લગ્ન સહાય, ૦૪ પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૂ.૪૦,૦૦૦ ની એમ કુલ રૂ. ૪,૩૩,૫૫૦ ની સહાય ચુકવવામાં આવી છે. તેમજ સશષા સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો રજુ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ પુર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રિતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર લાગુ પડતા તમામ લાભાર્થીઓને મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ ઉપરાંત, જામનગરમાં ડિફેન્સ મ્યુઝિયમ બને તે માટે ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, ઈન્ડીયન આર્મી, ઈન્ડિયન એરફોર્સના અધિકારીશ્રીઓ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, એરફોર્સ એસોસીએશન જામનગરના પ્રમુખશ્રીઓ તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
