News of Monday, 8th July 2024
વિસાવદર પંથકમાં ૪૨૪૦૫ હેકટર વિસ્તારમાં ખરીફ પાકનુ વાવેતરઃ સોરઠમાં સોૈથી વધુ વાવેતરનો શ્રેય
શ્રીકાર ૨૮ ઇંચ વરસાદઃ તાલુકામાં મગફળી- સોયાબીનનું નોંધપાત્ર વાવેતરઃ સમગ્ર સોરઠમાં ખરીફ વાવેતરમાં મગફળી જ મોખરેઃ બીજા ક્રમે કપાસના બદલે સોયાબીનઃ નવ તાલુકામાં સરેરાશ ૭૯ ટકા વિસ્તારમાં વાવણી કાર્ય સંપન્નઃ કુલ ૩.૨૯ લાખ હેકટરમાંથી ૨.૬૧ લાખ હેકટરમાં વાવેતર પૂર્ણ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૮: વિસાવદર પંથક પર મેઘરાજા ઓળઘોળ છે.મોસમનો કુલ વરસાદ ૬૮૯ મી.મી.નોંધાયો છે.એટલે કે, સરેરાશ ૨૮ ઈંચ આસપાસ શ્રીકાર ૨૮ ઈંચ વરસાદ વરસ્યો છે.
જાણકારોના મતે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ ૪૨૪૦૫ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનુ વાવેતર વિસાવદર તાલુકામાં થયુ છે. વિસાવદર તાલુકામાં મગફળી-સોયાબીનનુ નોંધપાત્ર વાવેતર થયુ છે. સમગ્ર સોરઠ જૂનાગઢ જિલ્લામાં ખરીફ વાવેતરમાં મગફળી જ મોખરે છે. બીજા ક્રમે કપાસના બદલે સોયાબીન છે. નવ તાલુકામાં સરેરાશ ૭૯ ટકા વિસ્તારમાં વાવણી કાર્ય સંપન્ન થયુ છે. જૂનાગઢ જિલ્લામાં કુલ-૩.૨૯ લાખ હેક્ટરમાંથી ૨.૬૧ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયુ છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં ૧.૬૬ લાખ હેક્ટરમાં મગફળીનુ વાવેતર કરાયુ છે.વિસાવદર તાલુકામાં ૫૦૬૫૨ હેક્ટર પૈકી ૪૨૪૦૫ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લામાં ૧.૬૬ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. નવ તાલુકામાં સરેરાશ ૭૯ ટકા વિસ્તારમાં વાવણી થઇ ગઇ છે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં શ્રીકાર વરસાદ વરસી જતા ખેડૂતોએ વાવેતર આગળ ધપાવ્યું છે. જિલ્લામાં જૂન માસના પ્રથમ સપ્તાહ સુધીમાં શહેર સહિત ૯ તાલુકાઓમાં થયેલ વાવેતર પૈકી મગફળીના વાવેતરમાં કેશોદ, સોયાબીનમાં વિસાવદર અને કપાસમાં માણાવદર અગ્રેસર રહ્યાનુ માનવામાં આવે છે.દોઢ સપ્તાહમાં જ વાવેતરમાં ૭૦ ટકાનો વધારો થયો હતો. જિલ્લામાં સૌથી વધુ ૧.૯૬ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. મગફળી બાદ સૌથી વધુ સોયાબીનનું ૩૬૩૮૨ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે. કપાસનું ૨૭૮૧૩ હેક્ટર, પાસચારાનું ૯૨૩૦, ઘાસચારાનું ૩૭૧૨, અડદ ૩૧૦, મગ ૮૫ મળી જિલ્લામાં કુલ ૨.૬૧ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતરનું કાર્ય પૂર્ણ થયું છે. મગફળીના વાવેતરમાં કેશોદમાં ૩૫,૫૦૦, જ્યારે ૧૪૩૭૦ હેક્ટર વિસ્તારમાં સોયાબીનના વાવેતરમાં વિસાવદર પંથક મોખરે રહ્યાનુ કહેવાય છે. જિલ્લામાં સરેરાશ ૩.૨૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવણીનું કાર્ય કરવામાં આવે છે. માંગરોળ પંથકમાં ૮૭ ટકા વાવેતર પૂર્ણ થયુ છે. જિલ્લાના નવ તાલુકાઓ પૈકી માંગરોળ તાલુકામાં ૪૮૧૩૦ હેક્ટર પૈકી ૪૦૧૮૫ વિસ્તારમાં વાવેતરનું કામ પૂર્ણ થતા જિલ્લામાં માંગરોળ ખરીફ પાકના વાવેતરમાં અગ્રેસર રહ્યું છે.
માણાવદરમાં ૫૦ ટકા કપાસનું વાવેતર થયુ છે. માણાવદર તાલુકામાં થયેલ કુલ વાવેતરમાંથી ૫૦ ટકા વાવેતર કપાસનું થયું છે. માણાવદર પંથકમાં ૨૭૯૧૩ હેકટર પૈકી થયેલ ૧૪૩૦૦ વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.
ગુજરાતના કળષિ વિભાગના આંકડા અનુસાર ચાલુ વર્ષે ૧ જુલાઈ સુધીમાં રાજ્યમાં ખરીફ વાવેતર ૨૪.૪૦ લાખ હેક્ટર પર પહોચ્યું છે. ગત વર્ષે આ સમયે વાવેતર ૪૦.૪૬ લાખ હેક્ટર થયું હતું. એટલે કે વાવેતર વિસ્તારમાં ૪૦%જેટલો ઘટાડો થયો છે. જોકે, કળષિ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સારા વરસાદના પગલે જુલાઈ મહિનામાં વાવેતર ગતિ પકડશે અને ખરીફ પાક હેઠળનો વાવેતર વિસ્તાર પણ વધશે. ગુજરાતમાં મગફળી અને કપાસ ખરીફ સિઝનના મુખ્ય પાકો છે. આ બંને પાકના વિસ્તારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખરીફ સીઝનની શરૂઆતમાં ૨૦૨૩માં મગફ્ળીનો વાવેતર વિસ્તાર ૧૩.૨૮ લાખ હેક્ટર હતો જે આ વર્ષે ૩૨%ઘટીને ૮.૯૯ લાખ હેક્ટર થયો છે. તેવી જ રીતે કપાસમાં વાવેતર ગત વર્ષે ૨૦.૨૫ લાખ હેક્ટર હતું તે આ વર્ષે ૩૭્રુ ઘટીને ૧૨.૭૨ લાખ હેક્ટર પર પહોચ્યું છે. કેટેગરી મુજબ તેલીબિયાં પાકનું કુલ વાવેતર ૧૫.૧૧ લાખ હેક્ટરથી ૩૭.૪૯% ઘટીને ૯.૪૪ લાખ હેક્ટર થયું છે. તેવી જ રીતે ધાન્ય પાકોનું વાવેતર ૧,૦૧,૨૫૬ હેક્ટરથી ૭૩.૮૧્રુ નીચું આવીને ૨૬,૫૧૫ હેક્ટર થયું છે. કઠોળના પાકનો વાવેતર વિસ્તાર ૫૧,૮૯૩ હેક્ટરથી ૬૪.૩૧%ઘટીને ૧૮,૫૨૦ હેક્ટર પર પહોંચ્યું છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
