News of Monday, 8th July 2024
પડધરી પોલીસે ૬૩૬ બોટલ વિદેશી દારૂ સાથે ૩ને ઝડપી લીધાઃ ૧૦ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા.૮: પડધરી પોલીસે હરીપર ખારી ગામ પાસેથી ૬૩૬ બોટલ દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી લીધા હતા. પોલીસે બે કાર સહિત ૧૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડએ પ્રોહી જુગારની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે પડધરી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. જી.જે. ઝાલા તથા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય ખાનગી રાહે મળેલ હકિકત આધારે હરીપર ખારી ગામે આજી નદી તરફ જવાના રસ્તા પાસેથી ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૬૩૬ બોટલ કિ.૧.૮૫ લાખ સાથે આરોપી (૧) વિશ્વરાજસિંહ ભુપતસિંહ સરવૈયા રહે.પડધરી રેલ્વે સ્ટેશન પાસે, (ર) જયદિપ બહાદુરભાઇ બોરીચા રહે.વીંછીયા કોટડાની નહેર તથા (૩) ક્રિપાલસિંહ જયવંતસિંહ વાઘેલા રહે.ભાડેર તા. ધોરાજીને ઝડપી લીધા હતા. પોલીસે દારૂ અને બોલેરો ગાડી કી.રૂ.૫,૦૦,૦૦૦/, સ્વીફટ ગાડી કી.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૪ કી.રૂ.૧૮,૦૦૦/- મળી કુલ કી.રૂ.૧૦,૦૩૧૬૦/- નો મુદામાલ કબ્જે કરી પકડાયેલ ત્રણેયની વધુ પુછતાછ હાથધરી છે.
આ કાર્યવાહી પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર જી.જે. ઝાલા, એ.એસ.આઇ. ભગીરથસિંહ જાડેજા, પો. કોન્સ.યુવરાજસિંહ ગોહિલ, પો.કોન્સ. દશરથસિંહ જાડેજા, પો.કોન્સ.જીતેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ.વસંતભાઇ ભુડીયા, પો.કોન્સ.સાગરભાઇ ખટાણાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
