તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 8th July 2024
ટંકારામાં મેધરાજાની એક અઠવાડિયા બાદ અચાનક સટાસટી બોલાવી પોણો ઈંચ પાણી વરસાવ્યું
રાજકોટ મોરબી રોડ પર ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો

ટંકારા : શહેરમાં ભારે ઉકળાટ અને બફારા બાદ ઢળતી સાંજે સાડા છએક વાગ્યાના સુમારે એક વાદળી આવી વરસી પડી હતી અને અડધી કલાકમાં સટાસટી બોલાવી 16 મી મી આકાશી પાણી વહાવયુ હતુ આ સાથે મામલતદાર કચેરી ખાતે સિઝનનો કુલ વરસાદ 336 એ પહોચી ગયો હતો વાવણી પછી ગણ કરે એવા વરસાદથી ખેડૂતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો રાજકોટ મોરબી રોડ પર ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો.(જયેશ ભટાસણા ટંકારા)
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
