<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલટો : વરસાદી વાતાવરણ છવાયુ : ભુજ-નખત્રાણામા ૧ ઇંચ : ટંકારામાં પોણો ઇંચ : રાજકોટમાં ધીમીધારે : ૧૧ તાલુકામાં ઝાપટા

રાજકોટ તા.૮

           રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી વાતાવરણ છવાયુ છે. આવા વાતાવરણ વચ્ચે આજે કચ્છના નખત્રાણા અને ભુજમાં એક ઇંચ વરસાદ વરસ થયો છે. મોરબી જિલ્લાના ટંકારામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.

         આ ઉપરાંત ભાવનગર તળાજા, મહુવા, ઉના, જામનગર જિલ્લાના લાલપુર,જામજોધપુર કચ્છના ભચાઉ અને મુન્દ્રા તથા જુનાગઢ અને મેંદરડા તથા રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના વરસાદી ઝાપટા પડ્યા છે.

          રાજકોટ શહેરમાં પણ રાત્રિના આઠ વાગ્યાથી અનેક વિસ્તારોમાં હળવો  વરસાદ વરસી રહ્યો છે.

(8:57 PM IST)