News of Wednesday, 10th July 2024
ભુજમાં ભત્રીજાએ ફઈ ઉપર છરી વડે ઘાતક હુમલો કરતાં ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૦: ભુજના ઘાટિયા ફળિયામાં ફરસાણી દુનિયા પાસે ફઈ ઉપર ભત્રીજાએ કરેલ ઘાતક હુમલાના બનાવે ચકચાર સર્જી છે. ૫૬ વર્ષીય બકુલાબેન અશ્વિન ઠકકરે તેમના ભત્રીજા ઉમંગ ઉર્ફે લાલો દિનેશ ઠકકર વિરૂદ્ધ અગાઉની બોલાચાલી ના મનદુઃખ બાબતે છરી વડે જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉશ્કેરાયેલા ભત્રીજાએ ફોઈને કમર અને છાતીના ભાગે છરી વડે ઘાતક ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આ ચકચારી ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
