News of Wednesday, 10th July 2024
ફુલઝર નદીમાં ઘોડાપૂર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા.૧૦: તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અષાઢી મહિનાની આકાશી મહેર જોવા મળી છે,તાલુકાના બગધરા, બુટાવદર, મેથાણ, સડોદર, શેઠવડાળા, સમાણા, નરમાણા, દળદેવળીયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયાના અહેવાલો મળી રહ્યા છે. વરસાદ પડતા ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે, જામજોધપુર શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
