<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

બગસરામાં ત્રણ ઇંચ ધોધમાર વરસાદ પડ્‍યો

ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી....

બગસરા, તા.૧૦: બગસરામાં ઘણા દિવસના વિરામ બાદ ત્રણ ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અસહ્ય બફારા બાદ ધીમીધારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી ત્‍યારે બપોર બાદ ફક્‍ત બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી જ્‍યારે નીચાણ વાળા વિસ્‍તાર જેવા કે કુંકાવાવ નાકાથી પોલિશ સ્‍ટેશન સુધી ગોઠણ ડૂબ પાણી ભરાય ગયા હતા જેના હિસાબે વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્‍યો હતો ગોંડલીયા ચોક શાકમાર્કેટ ખાડીયા વિસ્‍તાર સહિત નીચાણ વાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદ વરસ્‍યો હતો.

(10:20 AM IST)