<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ભારાપરાના ખેડૂતની જાગૃતતાઃ કેમિકલ ઢોળવા બદલ મિલમાલિક સામે FIR

અલંગ મરીન પો.સ્‍ટે માં પ્રથમ વખત પ્રદુષણ ફેલાવવા બદલ ફરિયાદ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦: તળાજા તાલુકાના ભારાપરા ગામના ખેડૂત હિપાભાઈ શામજીભાઈ સોલંકી એ મરીન પોલીસ મથકમાં મહાલક્ષ્મી પેટ્રોલિયમ કંપનીના માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.ખેડૂત નો આરોપ છેકે વરસાદ આવતો હતો. એ સમયે દુર્ગંધ આવતા પિતા ભાઈ સાથે તે દિશામાં તપાસ કરેલ.તો મહાલક્ષ્મી પેટ્રોલિયમ કંપની ના કમ્‍પાઉન્‍ડમાથી કાળા કલર નું કેમિકલ નીકળીને ખુલ્લામાં પાણી માં વહીને ભળતું હતું.જેને લઈ સરપંચ ને જાણ કરતા ગામના આગેવાનો સાથે આવી જોતા ચેકડેમના પાણીમા ભળી ગયેલ.જેના કારણે આજુબાજુ ના ખેતરો ની સ્‍થિતિ ખરાબ થાય.જમીન અને ભૂગર્ભ જળ બગડે સાથે જિંદગી અને શારીરિક સલામતી ને જોખમમાં મૂકેછે.

આ પ્રકારની અલંગ પોલીસ મથકમાં પ્રથમ ફરિયાદ નોંધાઇ છે.પ્રદૂષણ વિભાગને આ વિસ્‍તારમાથી વારંવાર રજુઆત કરવા છતાંય કાર્યવાહી કરવામાં નથી આવતી તેવા આક્ષેપો પણ લાગી રહ્યા છે. પોલીસે બી.એન.એસ ની કલમ ૨૭૯,૨૮૬,૧૨૫ મુજબ કાર્યવાહી હાથધરી છે.

સબુત માટે વિડિઓ ઉતારી લીધા

ખેડૂત દ્વારા મિલ માંથી કેમિકલ ઢોળવામા આવી રહ્યું હોવાના કોર્ટમાં સાબિતી માટે ના વિડિઓ ઉતારી લીધા હતા.આગેવાનો દ્વારા કેમિકલ ઢોળાઈ રહ્યું હોય અને પાણી જમીનમાં ભળી ને વહી રહ્યું હોવાના વિડિઓ વાયરલ કર્યા હતા.

(10:30 AM IST)