News of Wednesday, 10th July 2024
લોધીકામાં બારે મેઘ ખાંગા બે કલાકમાં ૪ ઇંચઃ ફોફળ નદીમાં ઘોડાપુર

(સલીમ વલોરા દ્વારા)લોધીકા,તા. ૧૦: લોધીકા તેમજ આજુબાજુના કોઠા પીપળીયા ચાંદલી સાંગણવા સહિત ગામોમાં બપોરના ચારેક વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદ બે કલાકમાં ચાર ઇંચ જેટલો પડી જતા ગામમાંથી પસાર થતી ફોફળ નદી બે કાંઠે વહેવા લાગી છે
જોકે લોધિકા સહિત અનેક ગામોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોવાના કારણે ખેડૂતોમાં ચિંતા હતી ત્યારે આજે બપોરના ચાર વાગ્યાથી કડાકા ભડાકા સાથે પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશાલ થઈ ગયા છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
