News of Wednesday, 10th July 2024
પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો વરસાદ
ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાયું

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ,તા. ૧૦: પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો સારો વરસાદ વરસ્યો છે. જેના કારણે મંદિરનો પરિસર અને તેની આસપાસનો વિસ્તાર એક મહાકાવ્ય સમાન આકર્ષક દ્રશ્યમાં પરિવર્તિત થયો છે. મોસમના આ પહેલા વરસાદે સ્વયં ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવું વૈભવમય વાતાવરણ સર્જાયું હતું.
સોમનાથ મંદિર, જે દ્વાદશ જ્યોર્તિલિંગોમાં સૌપ્રથમ છે, તે પવિત્ર પ્રભાસ ભૂમિ પર ઇન્દ્રદેવ ના અમી સ્વરૂપ વર્ષાના પવિત્ર જળથી જય સોમનાથ મંદિરનો અભિષેક થઈ રહ્યો હોય તેવું અભિભૂત કરનારુ દ્રશ્ય સર્જાયું હતું. આવેલા ભક્તો અને દર્શનાર્થીઓ માટે આ એક અનોખો અનુભવ હતો. હિન્દુ પરંપરા અનુસાર પ્રથમ વરસાદ જનજીવન માટે શુભ સંકેત માનવામાં આવે છે અને તે દેવી-દેવતાઓની કળપા અને પ્રસાદીનો પ્રતીક ગણાય છે.
શ્રી સોમનાથ મંદિરના પ્રાંગણમાં મુશળધાર વરસાદનાં જળ મંદિરના પવિત્ર શિખર પર વરસતા જોઈને લોકો આનંદમાં મુગ્ધ થઇ ગયા હતા. આ પ્રથમ વરસાદ સાથે જ સોમનાથ મંદિરના છોડવા ની હરિયાળી વધુ ખીલી ઉઠી હતી. મંદિરના પડખે ગાજતો રત્નાકર સમુદ્ર પણ ઇન્દ્ર દેવની સાથે મહાદેવના ચરણ ધોવા મંદિર તરફ પ્રયાણ કરતો હોય તેઓ મોહક દ્રશ્ય સર્જાયું હતું. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ) (૨૨.૧૧)
કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણઃ કેશોદઃ એક પેડ મા કે નામ સુત્ર હેઠળ શરૂ કરવામાં આવેલ અભિયાન અંતર્ગત કેશોદના સ્ટેશન રોડ પર વનવિભાગ અને સામાજિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગિયા તેમજ કેશોદ વનપાલ શ્રી આર.વી.ચૌહાણ, ભાટ સિમરોલી વનપાલ કે.એમ.રાઠોડ, અજાબ વન રક્ષક શ્રી પી.આર.ગાધે અને કેશોદ વન રક્ષક સંદીપ જે. સારૈયા અને ભારત વિકાસ પરિષદ કેશોદના સ્થાપક પ્રમુખ ડો. સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જીતુભાઇ પુરોહિત, વિશાલ પણખાણીયા, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો તેમજ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભારત વિકાસ પરીષદ કેશોદ દ્વારા શહેરમાં મુખ્ય માર્ગો પર અને જાહેર સરકારી કચેરી આસપાસ ખુલ્લી જગ્યામાં વળક્ષારોપણ કરી જાળવણી કરવામાં આવી રહી છે. (તસ્વીર-અહેવાલઃ સંજય દેવાણી-કમલેશ જોશી-કેશોદ)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
