<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

છુટક...છુટક.. હેત વરસાવતા મેઘરાજા માળીયાહાટીના- માણાવદર-૪, કલ્‍યાણપુર-૩ ઇંચ

ફરી પાછો સાર્વત્રિકનાં બદલે હળવા ભારે વરસાદના મંડાણઃ તાલાલા, જામજોધપુરમાં દોઢ, કોડીનારમાં ૧ ઇંચ વરસ્‍યો

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં દેવભુમી દ્વારકા જીલ્લામાં તથા ત્રીજી તસ્‍વીરમાં મોરબી જીલ્લામાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર- અહેવાલઃ કોૈશલ સવજાણી(ખંભાળીયા), પ્રવિણ વ્‍યાસ (મોરબી)

રાજકોટ તા.૧૦: રાજકોટ સહિત  સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિકના બદલે છુટક..છુટક વરસાદ વરસી રહયો છે અને કોઇ જગ્‍યાએ ભારે તો કોઇ જગ્‍યાએ હળવો વરસાદ વરસી રહયો છે. ગઇકાલે બપોર બાદ વરસાદનું જોર વધ્‍યુ હતુ અને રાત્રીના અનેક જગ્‍યાએ ધોધમાર વરસાદ વરસ્‍યો છે.જેમા જુનાગઢ જીલ્લાના માણાવદર અને માળીયાહાટીના ૪ ઇંચ, કેશોદમાં ૩ ઇંચ, દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્‍યાણપુરમાં ૩ ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ જીલ્લામાં ઝાપટાથી માંડીને ૪ ઇંચ વરસાદ પડયો છે. જેમાં માણાવદર- વંથલીમાં માળીયા-હાટીનામાં ૪ ઇંચ વરસાદ પડયો છે. જયારે અન્‍યત્ર ૨ થી ૩ ઇંચ વરસાદ પડયો છે.

માણાવદર

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદરઃ માણાવદર પંથકમાં અતિભારે વરસાદના રાઉન્‍ડ બાદ વિરામ લીધો હતો. કાલે સાંજે ૭:૩૦ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો બાદ ૮ વાગ્‍યે જોરદાર વરસાદ શરૂ થયો હતો. વાવણી બાદ વરસાદ થતા પાકને ફાયદો થયો છે. તેમ ખેડુતોએ જણાવ્‍યું છે. ભારે વરસાદ પડતા ગરમી ઉકળાટમાં લોકો રાહત અનુભવી રહ્યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામજોધપુરમાં પોણા બે ઇંચ, લાલપુર- જોડિયામાં દોઢ ઇંચ, ધ્રોલમાં પોણો અને કાલાવાડમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ મોરબી જીલ્લામાં સોમવારે મોડી રાત્રીના વરસાદ વરસ્‍યો હતો જીલ્લામાં અનેક સ્‍થળે વરસાદી ઝાપટા જોવા મળ્‍યા હતા જોકે મંગળવારે સવારથી મોરબી અને ટંકારામાં વરસાદી માહોલ છતાં વરસાદ વરસ્‍યો ના હતો માળિયામાં બપોરે ધોધમાર વરસાદ વરસ્‍યો હતો અને માળિયા તાલુકામાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મોરબી જીલ્લામાં આજે સાંજ સુધીમાં માળિયા તાલુકામાં ૨૪ મીમી જયારે હળવદમાં ૦૫ મીમી વરસાદ નોંધાયો છે જયારે ટંકારા, મોરબી અને વાંકાનેરમાં વરસાદ નોંધાયો નથી.

ખંભાળીયા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દ્વારકા જિલ્લાના કલ્‍યાણપુર તાલુકાના ગામોમાં ભારે વરસાદ નદીઓમાં પુર નીકળી ગયા દિવસો પછી ભારે વરસાદ ખેડુતો આનંદમાં કલ્‍યાણપુરના ભાટિયા હર્ષદ,ચુર ચપર, પનેલી, જામરાવલ, ટંકારીયા, દુધિયા સહિતના વિસ્‍તારોમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. કલ્‍યાણપુરમાં ૩ ઇંચ વરસાદ પડયો છે.

 

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

રાજકોટ

પડધરી             ૪ મી. મી.

રાજકોટ     ૩૦ મી. મી.

લોધીકા             ૧૩૦ મી. મી.

કોટડાસાંગાણી      ૮ મી. મી.

જસદણ     પ મી. મી.

ગોંડલ              ૪૧ મી. મી.

જામકંડોરણા        પ૭ મી. મી.

ઉપલેટા             ર૧ મી. મી.

ધોરાજી             ૮પ મી. મી.

જેતપુર             રર મી. મી.

વિંછીયા     ર મી. મી.

ગીર સોમનાથ

ગીરગઢડા  ર૦ મી. મી.

તાલાલા    ૮૯ મી. મી.

પાટણ-વેરાવળ     ૧રર મી. મી.

સુત્રાપાડા   ૩૦ મી. મી.

કોડીનાર    ૪૦ મી. મી.

ઉના        ર૩ મી. મી.

જુનાગઢ

માણાવદર  ૧૧૦ મી. મી.

વંથલી              ૧૧૪ મી. મી.

જુનાગઢ    ૩૪ મી. મી.

ભેંસાણ              ૮  મી. મી.

વિસાવદર  ૫૩ મી. મી.

મેંદરડા             ૮૭ મી. મી.

કેશોદ               ૮૭ મી. મી.

માંગરોળ    પર મી. મી.

માળીયાહાટીના     ૧૦૧ મી. મી.

અમરેલી

કુંકાવાવ-વડીયા    ૪૮ મી. મી.

બાબરા             ૧પ મી. મી.

લાઠી                ૮૭ મી. મી.

લીલીયા    ૧ર મી. મી.

અમરેલી    ૧૭ મી. મી.

બગસરા    ૬૯ મી. મી.

ધારી                ૭ મી. મી.

સાવરકુંડલા ર મી. મી.

જાફરાબાદ  ર૩ મી. મી.

રાજુલા              ૮ મી. મી.

દેવભૂમિ દ્વારકા

દ્વારકા               ૭ મી. મી.

ખંભાળીયા  ૧૯ મી. મી.

કલ્‍યાણપુર  ૩ર મી. મી.

ભાણવડ    ૮૪ મી. મી.

પોરબંદર

પોરબંદર   ૬૦ મી. મી.

રાણાવાવ   ૭૯ મી. મી.

કુતિયાણા   પ૪ મી. મી.

     સુરેન્‍દ્રનગર   

ધ્રાંગધ્રા             ૩૯ મી. મી.

પાટડી              ર૯ મી. મી.

વઢવાણ    પ મી. મી.

મુળી                ૩૮ મી. મી.

ચોટીલા     ૭૦ મી. મી.

સાયલા             ર૯ મી. મી.

લીંબડી             ૩ મી. મી.

થાનગઢ    ૧૮ મી. મી.

કચ્‍છ

અંજાર              ૬૧ મી. મી.

અબડાસા   ૪૯ મી. મી.

ગાંધીધામ  પ૭ મી. મી.

નખત્રાણા   ૬૯ મી. મી.

ભચાઉ              ૪ર મી. મી.

ભુજ         ૪ મી. મી.

મુંદ્રા         ૧પ મી. મી.

માંડવી              ર૧ મી. મી.

રાપર               ૩૪ મી. મી.

લખપત             ૩પ મી. મી.

જામનગર

જામનગર   ર૧ મી. મી.

જોડીયા             ૩ર મી. મી.

ધ્રોલ                ૧૮ મી. મી.

કાલાવડ    ૧૪ મી. મી.

લાલપુર    ૩૯ મી. મી.

જામજોધપુર        ૪૪ મી. મી.

મોરબી

માળીયા મિંયાણા   ૩૯ મી. મી.

મોરબી              રર મી. મી.

ટંકારા               ૧૯ મી. મી.

વાંકાનેર    ૧૮ મી. મી.

હળવદર    પ મી. મી.

ભાવનગર

શિહોર               ૧ મી. મી.

પાલીતાણા ૬ મી. મી.

તળાજા             ર૪ મી. મી.

મહુવા               ર મી. મી.

જેશર               ૩ મી. મી.

બોટાદ

ગઢડા               ૩ મી. મી.

બોટાદ              ૯ મી. મી.

 

(12:00 PM IST)