<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

તાલાલામાં બાઇકે સાઇકલને ઠોકરે ચડાવતાં દિનેશભાઇ વાઘેલાનું મોત

ઘરેથી કામ માટે બહાર જતાં હતાં ત્‍યારે નરસંગ ટેકરી પાસે બનાવઃ રાજકોટ હોસ્‍પિટલમાં સારવારમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: તાલાલા ગીરમાં બાઇકની ઠોકરે  સાઇકલ ચડી જતાં સાઇકલસવાર પ્રોૈઢને ગંભીર ઇજા થઇ હતી. તેમનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ તાલાલા ગીર નરસંગ ટેકરી વિસ્‍તારમાં રહેતાં દિનેશભાઇ દામજીભાઇ વાઘેલા (ઉઉવ.૫૫) તા. ૨ના રાતે સાડા નવેક વાગ્‍યે ઘરેથી કોઇ કામ માટે સાઇકલ હંકારી બહાર જતાં હતા ત્‍યારે નરસંગ ટેકરી વિસ્‍તારમાં જ એક બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. સામે બાઇક ચાલકને પણ ઇજા થતાં બંનેને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. દિનેશભાઇને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે તાલાલા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર છ ભાઇ અને બે બહેનમાં પાંચમા નંબરે હતાં અને આંગડિયા પેઢીમાં નોકરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે.

(10:46 AM IST)