<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

હિટ એન્‍ડ રનઃ પડધરીમાં કારની ઠોકરે ચડતાં ધીરૂભાઇ સોલંકીનું મોત

મજૂરી કામ પુરૂ કરી પગપાળા ઘરે આવતાં હતાં ત્‍યારે બનાવઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડતાં પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૯: પડધરીમાં મોવૈયા સર્કલ પાસે હિટ એન્‍ડ રનની ઘટના બની છે. જેમાં કારની ઠોકરે ચડી જતાં વૃધ્‍ધનું મોત થયું છે. મજૂરી કામ પતાવી પગપાળા ઘરે આવતાં હતાં ત્‍યારે કાર ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ પડધરી રહેતાં ધીરૂભાઇ ભલાભાઇ સોલંકી (ઉ.વ.૬૫) ગત સાંજે આઠેક વાગ્‍યે પગપાળા મોવૈયા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્‍યારે એક કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. ધીરૂભાઇને પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર ધીરૂભાઇ ચાર ભાઇ અને ચાર બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે ગાડીમાં સામાન ચડાવવા ઉતારવાની મજૂરી કરતાં હતાં. સાંજે મજૂરી કામ પુરૂ કરી ઘર તરફ આવી રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે પડધરી પોલીસને જાણ કરતાં જીવલેણ અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કારચાલકની પડધરી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(10:47 AM IST)