<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

જસદણના ભડલી પાસે પેટ્રોલ પંપ અને કારમાં તોડફોડ કરનાર ૩ની શોધખોળ

અગાઉ ડિઝલ ભરવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી

રાજકોટ તા. ૧૦: જસીદણના ભડલી ગામ પાસે અગાઉ ડિઝલ ભરવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી પેટ્રોલ અને કારમાં તોડફોડ કરનાર ૩ શખ્‍સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્‍ય વિગતો મુજબ જસદણમાં રહેતા અને મુળ ભડલી ગામના ભરતભાઇ મનુભાઇ જબલીયાએ પૃથ્‍વીરાજ આલ્‍કુભાઇ વાળા રે. મુળ કાનપર હાલ બોટાદ, છત્રપાલ મંગળુભાઇ ધાંધલ રે. ભડલી તથા રાવકુ રામભાઇ પટગીર રે. ભડલી સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીને અગાઉ પૃથ્‍વીરાજના માસીયાઇ ભાઇ સાથે ડિઝલ ભરવા બાબતે ઝઘડો કરી પોલીસ ફરીયાદ કરેલ હોય તેનો ખાર રાખી પૃથ્‍વીરાજે ફરીયાદીને ફોનમાં ગાળો આપી ધમકી આપી હતી. બાદમાં ફરીયાદીના ભડલી-ગઢડા રોડ ઉપર આવેલ સૂર્યનારાયણ પેટ્રોલ પંપ ખાતે અન્‍ય બે શખ્‍સો સાથે આવી પૃથ્‍વીરાજે પંપની ઓફિસમાં ઘૂસી કાચ, કોમ્‍પ્‍યુટરો, અન્‍ય મશીનરી તથા પંપના ગ્રાઉન્‍ડમાં પડેલ ડીસપ્‍લે અને ફરીયાદીની કારમાં તોડફોડ કરી દોઢ લાખનું નુકશાન કર્યું હતું. પૃથ્‍વીરાજની સાથે આવેલ બે શખ્‍સોએ ધ્‍યાન રાખી મદદગારી કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે ઉકત ગુન્‍હો દાખલ કરી ઉકત ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ જસદણના પી.આઇ. ટી. બી. જાની ચલાવી રહ્યા છે. (૭.ર૬)

 

તળાજામાં તાજીયા જુલૂસની મંજૂરી

નહીં આપવા સુન્‍ની જમાઅત મેદાને

ધાર્મિક લાગણી દુભાતી હોવાનું જણાવી અગ્રણીઓએ તંત્રને આવેદન આપ્‍યું

(મેઘના હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૦ : તળાજામા નીકળતા તાજીયાની પરમિશન ન આપવી તેમ જણાવી શિયા મુસ્‍લિમ સમાજ પોતાના વિસ્‍તારમા કાઢે તેનો વાંધો નથીઃ તેવું લેખીત કરી જિલ્લાના તળાજા સુન્ની મુસ્‍લિમ સમાજના પ્રમુખ સહિત આગેવાનોએ આજે ડે. કલેક્‍ટર, મામલતદાર અને પોલીસ ને આવેદનપત્ર પાઠવ્‍યુંછે.

તેઓએ આવેદનપત્ર મા માગ કરી છેકે તળાજામા તાજીયા જુલુસ નીકળેછે તે ઇસ્‍લામ ધર્મની વિરુદ્ધ છે.ધાર્મિક લાગણી દુભાય છે.સુન્નતવલ જમાત વતી આ આવેદનપત્ર આપ્‍યું હતું.

જોકે આવેદનપત્ર મા નોંધ કરવામાં આવી છેકે શિયા મુસ્‍લિમ સમાજ દ્વારા પોતાના વિસ્‍તારમાં તાજીયા નું જુલુસ નીકળે છે તેની સામે કોઈ વાંધો કે હરકત નથી.

મીડિયાને પ્રમુખ આયુબભાઈ દસાડીયા એ જણાવ્‍યું હતુ કે લૂખા તત્‍વો, દારૂડિયા ઢોલ ત્રાસા વગાડી ડિસ્‍કો કરે છે એ ગેર કાયદેસર રીત છે.શિયા સમાજ તેના વિસ્‍તારમાં કાઢે તેનીસામે કોઈ વાંધો નથી.

ઘાંચી સમાજના અબાસભાઈ મહેતર એ કહ્યું હતુંકે મહોર્રમ મહિનો એ શહાદત નો મહિનો છે.આશુરા ના દિવસે રોઝુ રાખવું,સુલેહ કરવી,નમાઝ પઢવી જોઈએ.તાજીયાનો ઇસ્‍લામ ધર્મમા કોઇ ઉલ્લેખનથી.

(12:28 PM IST)