News of Wednesday, 10th July 2024
ગોંડલ અને તાલુકામાં વાવણી પછી શ્રીકાર વરસાદ વરસતા ખેડુતો ખુશખુશાલ

ગોંડલઃ ગોંડલમાં સવારથી જ મેઘાડંબર અને અસહ્ય બફારા બાદ બપોર પછી વરસાદ વરસવો શરૂ થતા બે ઇંચ વરસાદ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને કારણે રાતાપુલ, ઉમવાડા તથા આશાપુરા અંડરબ્રિજ સહિત ઠેરઠેર પાણી ભરાયા હતા. તાલુકાના વાસાવડ, સુલતાનપુર, મોહિયા, ચરખડી, અનીડા સહિત દોઢ થી અઢી ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. વાવણી બાદ શ્રીકાર મેઘવર્ષા થતા કાચુ સોનુ વરસ્યુ હોય ખેડુતો ખુશખુશાલ બન્યા છે. ચાલુ વરસાદે ભજીયાની લારીએ લોકોએ ભજીયાની મજા માણી હતી. (અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય, તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
