<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

તળાજામાં તાજીયા જુલૂસની મંજૂરી નહીં આપવા સુન્‍ની જમાઅત મેદાને

ધાર્મિક લાગણી દુભાતી હોવાનું જણાવી અગ્રણીઓએ તંત્રને આવેદન આપ્‍યું

 (મેઘના હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૦ : તળાજામા નીકળતા તાજીયાની પરમિશન ન આપવી તેમ જણાવી શિયા મુસ્‍લિમ સમાજ પોતાના વિસ્‍તારમા કાઢે તેનો વાંધો નથીઃ તેવું લેખીત કરી જિલ્લાના તળાજા સુન્ની મુસ્‍લિમ સમાજના પ્રમુખ સહિત આગેવાનોએ આજે ડે. કલેક્‍ટર, મામલતદાર અને પોલીસ ને આવેદનપત્ર પાઠવ્‍યુંછે.

તેઓએ આવેદનપત્ર મા માગ કરી છેકે તળાજામા તાજીયા જુલુસ નીકળેછે તે ઇસ્‍લામ ધર્મની વિરુદ્ધ છે.ધાર્મિક લાગણી દુભાય છે.સુન્નતવલ જમાત વતી આ આવેદનપત્ર આપ્‍યું હતું.

જોકે આવેદનપત્ર મા નોંધ કરવામાં આવી છેકે શિયા મુસ્‍લિમ સમાજ દ્વારા પોતાના વિસ્‍તારમાં તાજીયા નું જુલુસ નીકળે છે તેની સામે કોઈ વાંધો કે હરકત નથી.

મીડિયાને પ્રમુખ આયુબભાઈ દસાડીયા એ જણાવ્‍યું હતુ કે લૂખા તત્‍વો, દારૂડિયા ઢોલ ત્રાસા વગાડી ડિસ્‍કો કરે છે એ ગેર કાયદેસર રીત છે.શિયા સમાજ તેના વિસ્‍તારમાં કાઢે તેનીસામે કોઈ વાંધો નથી.

ઘાંચી સમાજના અબાસભાઈ મહેતર એ કહ્યું હતુંકે મહોર્રમ મહિનો એ શહાદત નો મહિનો છે.આશુરા ના દિવસે રોઝુ રાખવું,સુલેહ કરવી,નમાઝ પઢવી જોઈએ.તાજીયાનો ઇસ્‍લામ ધર્મમા કોઇ ઉલ્લેખનથી.

(12:37 PM IST)