<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

કાલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક કચ્છમાં

ગાંધીધામમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં રાજ્ય સભાના સાંસદ અને અખિલ ભારતીય કોંગ્રેસના મહાસચિવ હાજરી આપશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના શાનદાર દેખાવ બાદ કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત કરવા બુથ લેવલ સુધી ચુંનંદા કાર્યકરોને નિમણૂક આપી કોંગ્રેસની વિચારધારાના પ્રચાર પ્રસારને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજ્યસભા સાંસદ,તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ  મુકુલ વાસનીકજીની ખાસ ઉપસ્થિતિમાં તા.૧૧/૦૭/૨૪ ગુરુવારના ૧૦: ૩૦ કલાકે રોટરીહોલ ગાંધીધામ નગરપાલિકા સામે ગાંધીધામ મધ્યે 

કચ્છ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મહત્વપૂર્ણ બેઠક મળશે.

      જેમાં રાજ્ય પ્રભારી  વાસનીકજી સહ પ્રભારી ગુજરાત કોંગ્રેસ બી .એન સંદિપજી , જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ  યજુવેન્દ્રસિંહ જાડેજા , કચ્છ જીલ્લાના પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ  નુસરતભાઇ પંજા આ બેઠકમા વિશેષ ઉપસ્થિત રહેશે આગેવાનો -  કાર્યકરોને માર્ગદર્શન આપશે 

આ મિટિંગમાં કચ્છ જિલ્લાના સિનિયર આગેવાનો પ્રદેશ ડેલિગેટો , 

પ્રદેશ,જિલ્લા,તાલુકા, શહેર, સેલ પાંખના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખાસ ઉપસ્થિત રહેશે . એવુ કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગનીભાઇ કુંભારની યાદીમાં જણાવાયું છે

(1:23 PM IST)