News of Wednesday, 10th July 2024
જામનગરના સમાણામાં ૩ાા, હડીયાણા - શેઠવડાળામાં ૩ ઇંચ
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન : ઝાપટાથી માંડીને અઢી ઇંચ વરસ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૦ : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ૩ાા ઇંચ વરસાદ પડયો છે. જેમાં જામજોધપુરના સમાણામાં સાડા ત્રણ ઇંચ, હડીયાણા અને શેઠવડાળામાં ૩ ઇંચ વરસાદ પડયો છે.
જ્યારે ધ્રાફા, ભસાણ, બેરાજા, બાલંબામાં અઢી ઇંચ, વાંસજાળીયા, મોટી બાણુગારમાં ૨ ઇંચ વરસાદ પડયો છે.
આ ઉપરાંત મોટી બાણુગાર, હરીપર, મોડપર, મોટા ખડબા, ભણગોર, પડાણા, પીપરટોડા, પરડવા, જામવાડી, ધુનડા, લૈયારા, જાલીયા, દેવાણી સહિતના વિસ્તારોમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.
બાજરા સંશોધન કેન્દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૨૬.૫, મહત્તમ તાપમાન ૩૫.૫, ભેજનું પ્રમાણ ૯૩ ટકા, પવનની ગતિ ૧૨.૮ કિ.મી. રહી હતી.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
