<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

જુનાગઢમાં સાત હવેલી પાસે જર્જરિત બિલ્‍ડીંગ જોખમી મહોર્રમ નિમિત્તે તંત્ર દ્વારા બેઠક યોજાઇ

 (વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૧૦ : આગામી મહોરમ ના પર્વ ને લઇ કલેકટર  ના અધ્‍યક્ષ સ્‍થાને એક બેઠક નું આયોજન કરવામાં આવેલ  જેમાં વહીવટી તંત્ર ના સબંધિત અધિકારીઓ. પોલીસ તંત્ર તેમજ મહાનગર પાલિકા ના અધિકારી ઓ પી.જી.વી. સી એલ.ના અધિકારીઓ સામાજિક/રાજકીય આગેવાનો કાર્યકરો  કોમી એકતા રાષ્‍ટ્રિય એકતા ના પદાધિકારી ઓ નગરસેવકો  સહિત છબીલ. અલમ.   સેજ. તાજિયા કમિટી ના પ્રતિનિધિ ઓ હાજર રહેલ.

જેમાં તાજીયા ના રૂટ પર પૂરતી લાઈટિંગ વ્‍યવસ્‍થા રોડ ગટર ની સમસ્‍યા ના રહે ઉપરાંત રખડતાં પશુ તાજીયા ના રૂટ પર પ્રવેશ ના કરે તેની તાકીદ કરવામાં આવી વીજ પુરવઠો અવરીત ચાલુ રહે તેની તકેદારી રાખવી આકસ્‍મિક સંજોગોમાં સ્‍ટેન્‍ડ બાય  જનરેટર ની વ્‍યવસ્‍થા બે જગ્‍યાએ કરવામાં આવે  જ્‍યારે સેજ તાજીયા ની પૂર્ણાહુતિ સમયે ગાંધી ચોક મા બેરિકેટ બાંધવામાં આવે ઉપરાંત તાજીયા અલમ ના રૂટ પર કોઈ જર્જરિત મકાન બિલ્‍ડિંગ ના હોઈ તેનું નિરીક્ષણ કરવામાં આવે જેની સામે કોમી એકતા સમિતિ ના સોહેલ સિદ્દીકી એ જણાવેલ કે અલમ ના રૂટ પર આવેલ સાત હવેલી  પાસે એક અતિ જર્જરિત બિલ્‍ડિંગ આવેલ છે જેની દીવાલ પર અસંખ્‍ય મોટા ઝાડવા ઉગી નીકળેલ હોઈ આ બિલ્‍ડિંગ ગમે ત્‍યારે અકસ્‍માત સર્જી શકેછે જ્‍યારે આ ચાલુ દિવસો દરમ્‍યાન પણ સતત અવર જવર રહેતી હોય માટે તાકીદે યોગ્‍ય કરવા ની રજૂઆત કરતા કલેકટર  એ મનપા ના અધિકારી   ઓને તેમજ સબધિત

અધિકારીઓને આ અંગે તાકીદે  યોગ્‍ય કરવા સૂચના આપવામાં આવી જ્‍યારે એસ.પી. મહેતા દ્વારા મહોરમ દરમ્‍યાન કડક હથિયાર બંધી ની અમલવારી કરવામાં આવશે તેવું જણાવી તાજીયા ધારકો એ જેતે તાજીયા ની ઊંચાઈ ઓછી રાખવા અનુરોધ કરવામાં આવેલ  આ તકે પોલીસ કા અધીક્ષક  મહેતા.પ્રાંત અધિકારી  ચરણસિંહ ચૌધરી.મદદનીશ કમિશનર  જયેશ વાજા. કલ્‍પેશ ટો લિયા . હાજા ભાઈ ચુડાસમાં.પી.જી.વી.સીએલ.ના  રાઠોડ

ઉપરાતં મહોરમ એકતા સમિતિ ના બટુકભાઈ મકવાણા.મુંનાબાપુ દાતાર વાલા અશ્વિનભાઈ મણિયાર જિશાન હાલેપોત્રા એડવોકેટ.વહાબ ભાઈ કુરેશી. અશદ બાપુ સૈયદ મુખ્‍તાર બાપુ કાદરી સફી ભાઈ સોરઠીયા. નગરસેવક અશરફ ભાઈ થઈમ..રજાકભાઈ હાલા.મહેબૂબ ભાઈ પંજા.આશિફભાઈ બ્‍લોચ.અલારખા ભાઈ સોલંકી. ડો.બુખારી.રઇસ બાપુ કાદરી.કાસમભાઈ જુણેજા.સોહેલ સિદ્દીકી સહિત ના હાજર રહેલ.

(1:46 PM IST)