<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

કચ્છના નવીનાળ ગામની ગોચર જમીન પાછી લેવાના મુદ્દે અદાણી ગ્રુપને મળી રાહત: હાઇકોર્ટના હુકમ સામે સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે 2005માં અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને મુન્દ્રા તા.ના નવીનાળ ગામની 231 એકર ગૌચર જમીન ફાળવી'તી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦ :  અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.  મુન્દ્રા પોર્ટ માટે કંપની પાસેથી ગોચરની બે એકર જમીન પરત લેવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે સ્થગિત કરી દીધો છે. 

        તાજેતરમાં જ હાઈકોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા અદાણી ગ્રુપને બંદર વિકસાવવા માટે કચ્છના મુન્દ્રા તા.ના નવીનાળ ગામની આપવામાં આવેલી 108 હેક્ટર ગોચર જમીન પરત લેવામાં આવે. 

       પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો છે.  ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે 2005માં અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને મુન્દ્રા તા.ના નવીનાળ ગામની 231 એકર ગૌચર જમીન ફાળવી હતી. 

 આ નિર્ણયનો જાહેર હિતની અરજી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.  સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય અદાણી જૂથ માટે મોટી રાહત સમાન છે.

(2:27 PM IST)