News of Wednesday, 10th July 2024
ભાણવડના ધરાગઢ ગામની ફાટક પાસે આવવરુ જગ્યામાં એક જ પરિવારના ચાર સભ્યોનો સામુહિક આપઘાત
લાલપુર તાલુકાના મુળ, મોડપર ગામના હાલ જામનગર માધવ બાગ -1 ખાતે રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો : પોલીસ ઘટના સ્થાળે પહોંચી

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકાના ભાણવડના ધરાગઢ ગામની ફાટક પાસે આવવરુ જગ્યામાં એકજ પરિવારના ચાર સભ્યોએ સામુહિક આપઘાત કર્યો હતો, બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થાળે પહોંચી હતી,
જાણવા મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના મુળ, મોડપર ગામના હાલ જામનગર માધવ બાગ -1 ખાતે રહેતા પરિવારે ધારાગઢ ની ફાટક પાસે સામુહિક આપઘાત કર્યો હતો
વધુમાં જાણવા મળ્યા મુજબ સામુહિક આપઘાત કરનાર અશોકભાઈ જેઠભાઈ ધુંવા (ઉ,વ,. 42) લીલુંબેન અશોકભાઈ ધુંવા (ઉ,વ, 42) જીગ્નેશ ભાઈ અશોકભાઈ ધુંવા ( ઉ,વ, .20) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા ( ઉ,વ,18) છે
સામુહિક આપઘાત કરવાના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
