<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

સમસ્યાથી ત્રસ્ત લોકોએ ગાંધીધામ નગરપાલિકાની ટીમને પૂરી તાળું મારી દેતાં ચકચાર: જુઓ તંત્ર અને શાસકોની નિષ્ફળતા સામે જનાક્રોશ : જુઓ વિડિઓ

નગરપાલિકાની નિષ્ફળ કામગીરીથી કંટાળેલા લોકોએ મહેશ્વરીનગરમાં ફરિયાદના ઉકેલ માટે આવેલી ટીમને હોલમાં પૂરી તાળું મારી દીધું

ભુજ :સમસ્યાથી ત્રસ્ત લોકોએ ગાંધીધામ નગરપાલિકાની ટીમને પૂરી તાળું મારી દેતાં ચકચાર: જુઓ તંત્ર અને શાસકોની નિષ્ફળતા સામે જનાક્રોશ :વરસાદ દરમ્યાન ઘરમાં ભરાયેલા પાણીની સમસ્યા ઉપરાંત પેવર બ્લોકના કામમાં લીપાપોતી સહિત રોજીંદા પ્રશ્નો સંદર્ભે નગરપાલિકાની નિષ્ફળ કામગીરીથી કંટાળેલા લોકોએ મહેશ્વરીનગરમાં ફરિયાદના ઉકેલ માટે આવેલી ટીમને હોલમાં પૂરી તાળું મારી દીધું હતું. જોકે, અંતે તંત્ર અને પોલીસ દોડતી થતાં સૌને મુક્ત કરાયા હતા. પરંતુ વિકાસના નામે ભય મુક્ત ભ્રષ્ટાચાર સાથે ગુણવત્તા વગરના થતાં કામોએ લોકોની સમસ્યા વધારી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, વિડિયો રાજેશ લાલવાણી, અકિલા, કચ્છ)

(9:51 PM IST)