<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

છાત્રોેને રાત્રી ભોજનમાં પાણીપૂરી અને ઈડલી ખાતા ફૂડ પોઈઝનિંગ થયું

ખોરાક વિષે કઈને કઈ અવાર નવાર સંભાળવા મળે છેઃઢોસામાં કાંકરા હોય કે પછી લસ્સીમાં ગરોળી જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે

પોરબંદર, તા.૧૦

હમણાં થોડા સમયથી ખોરાક વિષે કઈને કઈ અવાર નવાર સંભાળવા મળે છે જેમકે ઢોસામાં કાંકરા હોય કે પછી લસ્સીમાં ગરોળી જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે આવીજ એક ઘટના પોરબંદરની કસ્તુરબા કન્યા છાત્રાલયથી સામે આવી છે.જ્યાં પાણીપૂરી અને ઈડલી ખાતા ૨૧ છાત્રોઓને ફૂડ પોઈઝનિંગ થય ગયું છે,જેમને સારવાર અર્થે નજીકના હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.આપને જણાવી દઈએ આ ઘટના પોરબંદરના રાણાવાવ તાલુકાના ખંભાળા ગામની છે.જ્યાં  આવેલી સરકારી શાળામાં રાત્રી ભોજનમાં  પાણીપુરી અને ઇડલી રાખવામાં આવી હતી.જેને ખાધા બાદ ૨૧ જેટલી છાત્રાઓને ફુડ પોઈઝનિંગ થઇ ગયું હતું જેના કારણે તમામ છાત્રોઓને સારવાર માટે રાણાવાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. માહિતી અનુસાર રાત્રી ભોજનમાં પાણીપુરી અને ઇડલી ખાધા બાદ સવારે વહેલા છાત્રાઓની તબિયત બગડવા લાગી હતી જેમાં તેમને પેટામાં દુઃખાવો અને ગળામાં બળતરા શરૃ  થતા તરતજ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં હાજર ડોક્ટરોએ તેમની સારવાર કરી હતી. જેમાં એક છાત્રાને વધુ અસર થવાનું સામે આવ્યું હતું. તેમજ અન્ય છાત્રોઓની તબિયત સારી છે તેવું જણાવવામા આવ્યું હતું.

(10:15 PM IST)