તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Thursday, 11th July 2024
ફરી કચ્છની ધરા ધ્રુજી: ભચાઉ પાસે ૩ ની તિવ્રતાનો આંચકો
ભૂકંપ ઝોન પાંચમા આવતાં કચ્છ જિલ્લાના પેટાળમાં સતત ભૂગર્ભીય હિલચાલ : ૧૪ દિવસમા ૭ મો આંચકો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : ભૂકંપ ઝોન પાંચમા આવતાં કચ્છ જિલ્લાના પેટાળમાં સતત ભૂગર્ભીય હિલચાલ ચાલુ જ છે. ગઈ કાલે રાત્રે ૧૦.૫૩ મિનિટે ભચાઉ નજીક ૩ મેગ્ની. નો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૪ દિવસમાં કચ્છમાં આ ૭ મો આંચકો નોંધાયો છે. કચ્છના ભૂકંપના અલગ અલગ ફોલ્ટ ઝોનમાં આ આંચકાઓ અનુભવાયા છે. સરકાર આ બાબતે સંશોધન કરે એ ઇચ્છનીય છે.
(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
