<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ધોરાજી આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આવેદન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૧: ધોરાજી આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રાજ્ય સરકારના મંત્રીને સંબોધીને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ધોરાજી શહેર અને તાલુકાને ૧૨૪ આંગણવાડીની બહેનો તેમજ હેલ્પર વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે સુત્રોચાર પોકારેલા હતા અને રાજ્યના મહિલા મંત્રી ભાનુબેન બાબરિયાના સંબોધીને ડેપ્યુટી કલેકટર મારફત આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ધોરાજી શહેર અને તાલુકા આંગણવાડીના મહિલા ચેતનાબેન જાગાણી જ્યોતિબેન ભટ્ટ ભાવનાબેન ગોવાણી વિગેરે મહિલાઓએ પોતાની વેદના ઠાલવતા જણાવેલ કે ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી મુકવા માટે સતત કામગીરી બજાવે છે.

કેન્દ્ર સરકારનો આ પ્રોજેકટ છે છતાં કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૮ પછી કોઈજ માનદ વેતનમાં વધારો કરાયોનથી. તે પરત્વે એક લાખ આંગણવાડી બહેનોમાં ભારે રોષ છે. જેની અલગથી કેન્દ્ર સરકારને રજુઆત કરાયેલ છે. રાજય સરકાર તરફથી પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૩માં શ્રમજીવીઓના લઘુતમ વેતનમાં વધારો જાહેર કરેલ છે.જે રૂા.૪૯૬/ દૈનિક વેતન કરેલ છે. આંગણવાડી વર્કર– હેલ્પરને લઘુતમ વેતન આપવુ જોઈએ. ત્રણ માસનાં આંદોલન બાદ પણ સરકારે માંગણીઓનો ઉકેલ લાવેલ નથી. ત્રણ માસના પગાર વધારા ઉપરાંત ઉકેલી શકાય તેવી માંગણીઓ પણ રજુ કરી હતી. તે પૈકી એક પણ માંગણી ઉકેલાઈ નથી.

સતત રજુઆતો કરાયેલ છતાં સરકાર દ્વારા સંગઠન સાથે બેઠક યોજવામાં આવેલ નથી. જેથી ૧૦ મી જુલાઈ ૨૦૨૪ નાં રોજ રાષ્ટ્રવ્યાપી માંગ દિવસ ધ્વારા આ પડતર

માંગણીનો ઉકેલ લાવવામાં આવે. તથા અધિકારી તથા મંત્રી કક્ષની બેઠક યોજવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

અંતમાં ચેતનાબેન જાગાણી એ જણાવેલ કે આંગણવાડીની બહેનોને જે જગ્યાએ મકાન ભાડે રાખીએ છીએ મકાનનું ભાડું હાલમાં પોસાય તેમ નથી માત્ર ૨૦૦૦ રૂપિયા સરકાર મકાનનો ભાડું આપે છે અને ભાડું પણ આંગણવાડીની બહેનો ભરે છે સરકાર સમય છે ભાડું ચૂકવતી નથી તેમ જ બાળકોને જે નાસ્તો કરવામાં આવે છે તે નાસ્તાની વસ્તુઓ અને મસાલા અમે અમારા ખર્ચે લઈએ છીએ અને ત્રણથી ચાર મહિના પાંચ મહિના સુધી સરકાર એ પણ પૈસા અમારા બિલ પેટે ચૂકવતા નથી આ બાબતે સમયસર અને એડવાન્સ પૈસા ચૂકવે તેવી પણ આવેદનપત્રમાં માગણી કરી હતી.

(10:04 AM IST)