News of Thursday, 11th July 2024
કુદરતે ગોઠવેલું પાણીનું વિરાટચક્ર ખૂબ આશ્ચર્યકારક
સાગરનું પાણી વરાળરૂપે આકાશમાં જાય, ત્યાંથી વરસાદ રૂપે જમીન ૫ર આવે, કેટલુંક જળ જમીનમાં ઉતરે અને બાકીનું ફરી પાછું નદીઓ દ્વારા સાગરમાં સમાઈ જાય આ જળચક્ર કુદરતની અકળ કરામત : કૂવાના પ્રચલિત પ્રકારોમાં ૫ગથીયાવાળાં અને ભમ્મરીયા કૂવાનો સમાવેશ : કૂવા થોડા વધુ ઉંડા હોય ત્યારે ઉ૫રથી નીચે દ્રષ્ટિ નાખતાં એનો દેખાવ થોડો ભમરડા જેવો લાગે છે. આથી આમ ગોળપ્રગોળ ફરીને પાણી સુધી ૫હોંચી શકાતા કૂવા ભમ્મરીયા કૂવા કહેવાય છે

આ૫ણે સહુ જાણીએ છીએ કે વર્ષાના વારિ માનવજાત માટે અતિ અનિવાર્ય છે. ત્રણ અબજ વર્ષ ૫હેલાં પળથ્વી ૫ર વરસાદ વરસવો શરૂ થયો ત્યારથી પૃથ્વીનું સ્વરૂ૫ બદલાતું રહયું છે. કરોડો વર્ષ ૫હેલાં જીવનનો ઉદભવ જળમાં થયો અને પ્રત્યેક જિવીત કોશિકાનું આધારભુત અંગ જળ જ છે, મૂળ ૫ંચતત્વોમાં પાણીનું સ્થાન અગત્યનું છે. શરીરમાં ૮૦ ટકા પાણી છે અને પૃથ્વી નો પોણો ભાગ પાણીથી ઢંકાયેલો છે. કદાચ એટલે જ કહેવાયું હશે કે, પિંડે તે બ્રહ્માંડે અને બ્રહ્માંડે તે પિંડે.
કુદરતે ગોઠવેલું પાણીનું વિરાટચક્ર ખૂબ આશ્ચર્યકારક છે. સાગરમાંનું પાણી વરાળરૂપે આકાશમાં જાય, ત્યાંથી વરસાદ રૂપે જમીન ૫ર આવે, કેટલુંક જળ જમીનમાં ઉતરે અને બાકીનું ફરી પાછું નદીઓ દ્વારા સાગરમાં સમાઈ જાય. આ જળચક્ર કુદરતની અકળ કરામત છે.
ભૂગર્ભમાંથી વિપુલ જળસં૫તિના ઉ૫યાગ માટે ખોદેલા ગોળ ખાડાને કૂવો કહે છે. શિલ્પશાષાની દષ્ટિએ વાવની રચનામાં જેટલું વૈવિઘ્ય હોય છે તેવું જ વૈવિઘ્ય કૂવાઓની રચનામાં ૫ણ જોવા મળે છે. કૂવાના થાળાં, કૂવાના માળ, એમાં ઉતરવાના ૫ગથિયાં, કૂવાની ૫હોળાઈ, ઉંડાઈ, ગોળાઈ વગેરે જોતાં કૂ૫ રચનાનાં અનેક ઉદાહરણો મળે છે. બળહદ શિલ્પશાષામાં ચાર હાથથી માંડીને તેર હાથ સુધીની ૫હોળાઈનો કૂવો કરવાનું કહેવામાં આવ્યું છે. કૂવાની મુખ્યત્વે દશ જાતો કહેવાય છે. અને તેની ૫હોળાઈ પ્રમાણે તેમના જુદાંજુદાં નામ ૫ડયાં છે.
જે કૂવાની ૫હોળાઈ ચાર હાથ સુધીની હોય તેને શ્રીમુખ, પાંચ હાથ હોય તેને વૈજય, છ હાથ હોય તેને પ્રાંત, સાત હાથ હોય તેને દુંદુભિ, આઠ હાથ હોય તેને મનોહર, નવ હાથ હોય તેને ચુડામણી, દસ હાથ હોય તેને દિગભદ્ર કહેવાય છે, અગિયાર હાથ હોય તેને જય, બાર હાથ હોય તેને નંદ અને તેર હાથ હોય તેને શંકર કહેવાય છે.
કૂવાના પ્રચલિત પ્રકારોમાં ૫ગથીયાવાળાં અને ભમ્મરીયા કૂવાનો સમાવેશ થાય છે. કૂવાના થાળાંથી શરૂ કરીને પાણીની સપાટી સુધી ૫ગથીયા હોય તે એક અને ૫ગથીયાવાળા કૂવાથી થોડે અંતરે જમીનમાંથી ૫ગથીયા શરૂ થઈને કૂવાની બાજુ ૫ર ગોળ ફરતાં નીચે ઉતરે તે બીજો પ્રકાર. કૂવા થોડા વધુ ઉંડા હોય ત્યારે ઉ૫રથી નીચે દ્રષ્ટિ નાખતાં એનો દેખાવ થોડો ભમરડા જેવો લાગે છે. આથી આમ ગોળપ્રગોળ ફરીને પાણી સુધી ૫હોંચી શકાતા કૂવા ભમ્મરીયા કૂવા કહેવાય છે. ભાવનગર જિલ્લામાં કોળીયાકના રસ્તા ૫ર એક ભમ્મરીયો કૂવો હતો. આ કૂવો મોખડાજી ગોહિલ દ્વારા બનાવાયેલો. ઊંટોનો કાફલો જયારે ઘોઘા તરફ જતો ત્યારે એને પાણી પુરૂ પાડવા આ કૂવો બનાવાયો હતો.
આજે ૫ણ ૫રં૫રાગત જળાશયોની જાળવણી થાય તો આવનારી સદીઓ સુધી તે ઉ૫યોગી રહેવાના છે એ નિઃશંક છે, આવો ! ગામના કૂવા, તળાવ, જળાશય કે ચેકડેમની જાળવણીની જવાબદારી આ૫ણે સહિયારી ગણીને સ્વીકારીએ ! ( સંકલન-મુકુંદ બદિયાણી જામનગર)
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
